T-20/ ટીમ ઇન્ડિયાની ચિંતામાં વધારો, T-20 વર્લ્ડકપમાંથી આ ખેલાડી થઈ શકે બહાર

આગામી ટી 20 વર્લ્ડ કપમાં વરુણ ચક્રવર્તીને ભારતના ટોપ બોલરમાં તેનું નામ આવે છે. પરંતુ વરુણને વર્લ્ડકપમાં રમાડવા માટે BCCIની મેડિકલ ટીમે સખત મહેનત કરવી પડશે

Sports
Untitled 135 ટીમ ઇન્ડિયાની ચિંતામાં વધારો, T-20 વર્લ્ડકપમાંથી આ ખેલાડી થઈ શકે બહાર

ટી 20 વર્લ્ડ કપ 2021માં ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની પહેલી મેચ રમવાનો છે. પરંતુ તે પહેલા ટીમ ઇન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ‘મિસ્ટ્રી સ્પિનર’ વરુણ ચક્રવર્તીને ઘૂંટણે ઈજા થઈ છે. જેના કારણે તે લગભગ વર્લ્ડકપ રમી નહિ શકે. હાલમાં તે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો છે.

આગામી ટી 20 વર્લ્ડ કપમાં વરુણ ચક્રવર્તીને ભારતના ટોપ બોલરમાં તેનું નામ આવે છે. પરંતુ વરુણને વર્લ્ડકપમાં રમાડવા માટે BCCIની મેડિકલ ટીમે સખત મહેનત કરવી પડશે. ટૂંકા સમયમાં તેની ઘૂંટણની ઈજાને સંપૂર્ણ દૂર કરવી પડશે. 10 ઓક્ટોબર સુધી ભારતીય ટીમમાં ફેરફાર કરી શકાય છે, પરંતુ ઘૂંટણની સમસ્યા હોવા છતાં વરુણની બોલિંગને ધ્યાનમાં રાખીને તેનું રમવાનું નિશ્ચિત છે.

આ પણ વાંચો; Gujarat / ગુજરાતમાં સર્જાઈ શકે છે વીજ સંકટ, છ જિલ્લામાં બપોરે વીજળી રહેશે બંધ

બોર્ડના એક સૂત્રએ જણાવ્યું કે, “વરુણના ઘૂંટણ બહુ સારી હાલતમાં નથી. પરંતુ જો તે ટી 20 વર્લ્ડ કપ ન હોત તો ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને રમાડવાનું જોખમ ન લેત. અત્યારે તેનું ધ્યાન ટી 20 વર્લ્ડ કપ પર જ છે. એવી કોઈ સંભાવના જોવામાં આવતી નથી કે વરુણને વર્લ્ડકપમાંથી બહાર રહેવું પડે.

આગળ વાત કરતા સૂત્રોએ વધુમાં ઉમેર્યું કે, ‘KKR સપોર્ટ સ્ટાફે વરુણ માટે એક સ્પેશ્યલ ટ્રીટમેન્ટ તૈયાર કરી છે. તેને દુખાવામાંથી રાહત આપવા માટે ઈન્જેક્શન પણ આપવામાં આવી રહ્યા છે. જેથી તે ચાર ઓવર ફેંકી શકે. આ ઈન્જેકશનથી દુખાવામાં રાહત મળે છે. તેનું દર્દ ટીવી પર દેખાતું નથી, પરંતુ જ્યારે તે બોલિંગ કરતો ન હોય ત્યારે તેના પગ ખુબ દુખે છે.

આ પણ વાંચો ;પોરબંદર / પોરબંદરના એક નાનકડા શિવમંદિરમાં થયો ચમત્કાર, શિવલિંગની ફરતે વીંટાઈ ગયો સાપ