Cricket/ મહિલા બિગ બેશ લીગમાં સિડની થંડર તરફથી રમતી જોવા મળશે સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્મા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના અને ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા વિમેન્સ બિગ બેશ લીગ (WBBL) ની સાતમી સિઝનમાં પોતાનુ દમખમ દેખાડતી જોવા મળશે.

Sports
1 380 મહિલા બિગ બેશ લીગમાં સિડની થંડર તરફથી રમતી જોવા મળશે સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્મા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના અને ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા વિમેન્સ બિગ બેશ લીગ (WBBL) ની સાતમી સિઝનમાં પોતાનુ દમખમ દેખાડતી જોવા મળશે. બન્ને ખેલાડીઓએ એક જ ટીમ સાથે કરાર કર્યા છે. મંધાના અને દીપ્તિ સિડની થંડર તરફથી રમશે.

1 381 મહિલા બિગ બેશ લીગમાં સિડની થંડર તરફથી રમતી જોવા મળશે સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્મા

આ પણ વાંચો – IPL 2021 / મોર્ગન બાદ હવે સંજુ સેમસન પર સ્લો ઓવરરેટ માટે 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

આપને જણાવી દઈએ કે, મંધાના આ પહેલા WBBL માં રમી ચૂકી છે. તે હોબાર્ટ હરિકેન્સ અને બ્રિસ્બેન હીટનો ભાગ રહી છે. આ તેમની લીગમાં ત્રીજી ટીમ હશે. વળી, દીપ્તિ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત કોઈ ટીમ સાથે જોડાયેલી છે. ભારતીય મહિલા ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસે છે. મંધાના અને દીપ્તિ પણ ઓસ્ટ્રેલિયામાં છે. આ બંને પ્રવાસનાં અંત પછી, તેઓ અહીં રોકાશે અને ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય ક્રિકેટર લીગ રમશે. WBBL ની આગામી સીઝન 14 ઓક્ટોબરથી શરૂ થશે. મંધાનાનો ઓસ્ટ્રેલિયામાં ઘણો સારો રેકોર્ડ છે. તેણે શુક્રવારે મેકોયમાં યજમાન સામે બીજી વનડેમાં 94 બોલમાં 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, ભારતને રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાનાં હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ, દીપ્તિએ મેચમાં 23 રન આપીને એક વિકેટ લીધી હતી.

1 382 મહિલા બિગ બેશ લીગમાં સિડની થંડર તરફથી રમતી જોવા મળશે સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્મા

આ પણ વાંચો – IPL 2021 / ગૌતમે આપ્યું ગંભીર Statement, કહ્યુ- CSK નાં પ્લેઓફમાં ક્વોલિફાય કર્યા બાદ માહી કરે આ કામ

સિડની થંડરનાં કોચ ટ્રેવર ગ્રિફિને રવિવારે જણાવ્યું હતું કે, ભારતીય ખેલાડીઓથી જોડાયેલા ખિતાબનાં બચાવ માટે જઈ રહેલી તેમની ટીમને મજબૂત બનાવશે. વળી, મંધાનાએ કહ્યું, ‘વિદેશી લીગમાં રમવાથી તમને ઘણો અનુભવ મળે છે, ખાસ કરીને T20 ફોર્મેટમાં. તેણે કહ્યું, ‘તમે વિશ્વભરનાં તમામ ખેલાડીઓ સાથે ઘણો અનુભવ શેર કરો છો. તેથી તમે ઘણું શીખી શકો છો. હું હંમેશા તેને ‘દબાણ’ ને બદલે શીખવાની તક તરીકે જોઉં છું.’ નોંધનીય છે કે ભારતીય ક્રિકેટ શેફાલી વર્મા અને રાધા યાદવ પણ WBBL માં રમશે.