Cricket/ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ લીધો બદલો, મેળવી ઐતિહાસિક જીત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. આ બોક્સીંગ ડે ટેસ્ટ મેચમાં ચોથા દિવસની રમત આજે ટીમ ઈન્ડિયાની જીત સાથે પૂર્ણ થઇ છે. મેલબોર્નમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની પ્રથમ ટેસ્ટની હારનો બદલો અજિંક્ય રહાણે બ્રિગેડે લીધ છે. ટીમ ઈન્ડિયાએ મંગળવારે બીજી ટેસ્ટ મેચનાં ચોથા દિવસે યજમાન ઓસ્ટ્રેલિયાને […]

Sports
zzas1 25 ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ લીધો બદલો, મેળવી ઐતિહાસિક જીત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. આ બોક્સીંગ ડે ટેસ્ટ મેચમાં ચોથા દિવસની રમત આજે ટીમ ઈન્ડિયાની જીત સાથે પૂર્ણ થઇ છે.

મેલબોર્નમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની પ્રથમ ટેસ્ટની હારનો બદલો અજિંક્ય રહાણે બ્રિગેડે લીધ છે. ટીમ ઈન્ડિયાએ મંગળવારે બીજી ટેસ્ટ મેચનાં ચોથા દિવસે યજમાન ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી દીધી છે. ટીમ ઈન્ડિયાએ 2 વિકેટ (70/2) ગુમાવીને 70 રનનો ટાર્ગેટ મેળવ્યો હતો. આ સાથે, ચાર મેચની શ્રેણી 1-1થી બરાબર બની છે. હવે શ્રેણીની ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીથી રમાશે.

https://twitter.com/ICC/status/1343766411747987456?s=20

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઇનિંગ 200 રને પૂર્ણ થઈ ગઇ હતતી અને ભારતને જીતવા માટે હવે 70 રનનો સરળ લક્ષ્ય મળ્યો હતો. કેમેરોન ગ્રીનએ યજમાનો તરફથી સર્વાધિક 45 રન બનાવ્યા હતા, જ્યારે ઓપનર મેથ્યુ વેડે 40 રનનું યોગદાન આપ્યું હતું. માર્નસ લેબુચેને 28 રનનું યોગદાન આપ્યું હતું અને પેટ કમિન્સે 22 રનનું યોગદાન આપ્યું હતું. પોતાની ડેબ્યૂ ટેસ્ટ રમતા મોહમ્મદ સિરાજે બીજી ઇનિંગમાં 3 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ ઝડપી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો