Cricket/ ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં મેળવેલી જીત પર સેહવાગે શેર કર્યુ મજેદાર મીમ્સ

ટી-20 સીરીઝ જીત બાદ હવે વન-ડે સીરીઝમાં પણ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવવાની શરૂઆત કરી દીધી છે.

Sports
cricket 64 ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં મેળવેલી જીત પર સેહવાગે શેર કર્યુ મજેદાર મીમ્સ

ટી-20 સીરીઝ જીત બાદ હવે વન-ડે સીરીઝમાં પણ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવવાની શરૂઆત કરી દીધી છે. જી હા, મંગળવારે પુણેમાં રમાયેલા ત્રણ વન-ડે મેચની સીરીઝનાં પ્રથમ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી સીરીઝમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. આ જીત પર હવે ટીમ ઈન્ડિયાનાં ભૂતપૂર્વ ખેલાડી અને તોફાની બેટ્સમેન રહી ચુકેલા વિરેન્દ્ર સેહવાગે મીમ્સ શેર કર્યુ છે.

વિજયી શરુઆત / ભારતે પુણે ખાતે પ્રથમ વન-ડે મેચ 66 રને જીતી, ડેબ્યૂ મેચમાં કૃણાલ અને કૃષ્ણાનું શાનદાર પર્ફોર્મન્સ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરીઝની પહેલી મેચ પુણેમાં રમાઇ હતી. આ મેચમાં એકવાર ફરી વિરાટ કોહલી ટોસ જીતવામાં અસફળ રહ્યો હતો. ઈંગ્લેન્ડ કેપ્ટન ઇઓન મોર્ગને અહી ટોસ જીતી ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. પ્રથમ બેટિંગનાં આમંત્રણ બાદ ભારતે પાંચ વિકેટ પર 317 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડે પોતાના ખાતામાં 14 ઓવરની રમત સુધી કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 135 રન બનાવી દીધા હતા. એવું લાગી રહ્યું હતું કે, જોની બેયરસ્ટો અને જેસન રોય જ મળીને ઈંગ્લેન્ડને લક્ષ્ય તરફ દોરી જશે અને ટીમ ઇન્ડિયાને શરમજનક પરાજયનો સામનો કરવો પડશે. બસ, ત્યારે જ આ રમતમાં અચાનક વળાંક આવ્યો અને જે ઈંગ્લેન્ડની ટીમે નહી વિચાર્યુ હોય તે તેમની ટીમ સાથે થયુ. આપને જણાવી દઇએ કે, પ્રખ્યાત કૃષ્ણાએ તેની પ્રથમ વન-ડે મેચ રમીને જેસન રોયને આઉટ કર્યો અને મેચમાં ટીમ ઈન્ડિયા માટે થોડી આશા પેદા કરી. આ જીત બાદ ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે જીત માટે ટીમ ઈન્ડિયાને વિશેષ રીતે અભિનંદન પાઠવ્યુ હતુ અને એક મીમ્સ શેર કર્યુ હતુ.

ભાઇ-ભાઇ / કૃણાલ પંડ્યાનો ડેબ્યૂમાં ધમાકો, વર્લ્ડ રેકોર્ડ બનાવતા હાર્દિક થયો ઇમોશનલ, કૃણાલની આંખમાંથી સરી પડ્યા આંસૂ

પાકિસ્તાનની પ્રશંસક ખૂબ જ વાઇરલ હતી. તે વાતને શેર કરતા સેહવાગે લખ્યું કે, ‘ઈંગ્લેન્ડની સ્થિતિ મજબૂત હતી અને તેણે 14.1 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના 135 રન બનાવ્યા, જ્યારે Lord શાર્દુલ, પ્રખ્યાત કૃષ્ણ અને ભુવી આવ્યા અને પૂર્ણ મેચ પલટાઈ ગઈ.’

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ