IND VS WI/ ટીમ ઈન્ડિયાએ જીત્યો ટોસ, પ્રથમ બોલિંગનો કર્યો નિર્ણય

આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત તેની 1000 મી ODI રમવા જઇ રહી છે. જેમા ટોસ થઇ ચુક્યો છે અને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ બોલિંગ લેતા વેસ્ટ ઈન્ડિઝની ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ છે.

Sports
1 2022 02 06T130447.028 ટીમ ઈન્ડિયાએ જીત્યો ટોસ, પ્રથમ બોલિંગનો કર્યો નિર્ણય

આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત તેની 1000 મી ODI રમવા જઇ રહી છે. જેમા ટોસ થઇ ચુક્યો છે અને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ બોલિંગ લેતા વેસ્ટ ઈન્ડિઝની ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ છે.

આ પણ વાંચો – AUSW vs ENGW / Ellyse Perry એ બીજી ODI મેચમાં ઓસ્ટ્રેલિયા માટે ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું, ઈંગ્લેન્ડે ગુમાવી ODI સીરીઝ

ભારતીય ટીમ આજે મેદાનમાં ઉતરશે ત્યારે તમામની નજર નવનિયુક્ત કેપ્ટન રોહિત શર્મા પર રહેશે. રોહિતે અત્યાર સુધી 10 વનડેમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. જેમાંથી ભારતે આઠ મેચમાં જીત મેળવી છે જ્યારે માત્ર બે મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં ભારતનો સફાયો થયો હતો. આવી સ્થિતિમાં, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ નવેસરથી શરૂઆત કરવાનું લક્ષ્ય રાખશે. બેટિંગમાં જ્યાં રોહિત, વિરાટ જેવા ખેલાડીઓએ સારુ પ્રદર્શન કરવુ જ પડશે. વળી, બધાની નજર બોલિંગમાં યુઝવેન્દ્ર ચહલ, દીપક ચહર પર રહેશે. આ ભારતની 1000મી ODI મેચ પણ છે.

આ પણ વાંચો – U19 World Cup / ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરનાર રાજ બાવા બન્યો Player of the Match, બેબી ડી વિલિયર્સ બન્યો Player of the Tournament

વર્ષ 2018માં ટીમ ઈન્ડિયાને એશિયા કપ જીતાડનાર રોહિત શર્મા 2023નાં વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરશે. રોહિતની આગેવાનીમાં યુવા ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે મેદાનમાં ઉતરશે. બે મહિના પછી મેદાનમાં પરત ફરી રહેલા રોહિત શર્મા બેટ્સમેન તરીકે કેટલાક રેકોર્ડની નજીક ઊભા છે. કેપ્ટન રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં અત્યાર સુધી 244 સિક્સર ફટકારી છે. રોહિત 250 સિક્સરથી માત્ર 6 સિક્સ દૂર છે. રોહિત ODI ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન છે. ODI ક્રિકેટમાં સૌથી વધુ છક્કા મારવાના મામલે શાહિદ આફ્રિદી નંબર 1 પર છે. આફ્રિદીનાં નામે ODI ક્રિકેટમાં 369 ODI ઇનિંગ્સમાં 351 છક્કા છે. ક્રિસ ગેલ 294 ઇનિંગ્સમાં 331 છક્કા સાથે બીજા નંબર પર છે. સનથ જયસૂર્યા 433 ઇનિંગ્સમાં 270 છક્કા સાથે ત્રીજા નંબર પર છે. ભારતીય ઓપનર રોહિત શર્માએ અત્યાર સુધી 220 ઇનિંગ્સમાં 244 સિક્સર ફટકારી છે.