Not Set/ Oppo Realme 1 સ્માર્ટફોન આજથી વેચાણ માટે હશે ઉપલબ્ધ, જુઓ, આ સ્માર્ટફોનના ફિચર્સ

સ્માર્ટફોન નિર્માતા કંપની oppo દ્વારા લોન્ચ કરવામાં આવેલા Oppo Realme 1ના 4GB રેમ અને 64 GB સ્ટોરેજ વાળો નવો વેરિએન્ટ સોમવારથી પ્રથમ વખત વેચાણ માટે ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનની ટક્કર Xiaomi Redmi Note 5 અને Asus ZenFone Max Pro M1 જેવા સ્માર્ટફોન્સથી છે. Oppo Realme 1 સ્માર્ટફોન વેચાણ માટે ઉપલબ્ધ થયા બાદ ગ્રાહકો માટે આ સ્માર્ટફોન એમેઝોન ઇન્ડિયાની સાઇટ પર ખરીદીને મેળવી શકે છે. ગ્રાહકોને […]

Tech & Auto
mahiyatu Oppo Realme 1 સ્માર્ટફોન આજથી વેચાણ માટે હશે ઉપલબ્ધ, જુઓ, આ સ્માર્ટફોનના ફિચર્સ

સ્માર્ટફોન નિર્માતા કંપની oppo દ્વારા લોન્ચ કરવામાં આવેલા Oppo Realme 1ના 4GB રેમ અને 64 GB સ્ટોરેજ વાળો નવો વેરિએન્ટ સોમવારથી પ્રથમ વખત વેચાણ માટે ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનની ટક્કર Xiaomi Redmi Note 5 અને Asus ZenFone Max Pro M1 જેવા સ્માર્ટફોન્સથી છે.

Oppo Realme 1 સ્માર્ટફોન વેચાણ માટે ઉપલબ્ધ થયા બાદ ગ્રાહકો માટે આ સ્માર્ટફોન એમેઝોન ઇન્ડિયાની સાઇટ પર ખરીદીને મેળવી શકે છે. ગ્રાહકોને આ સ્માર્ટફોન ડાયમન્ડ બ્લેક, સોલર રેડ અને લિમિટેડ એડીશન મૌનોલાઇટ સિલ્વર કલર ઓપ્શન સાથે ઉપલબ્ધ છે.

આ સ્માર્ટફોનની 4 GB રેમ વેરિએન્ટની કિંમત 10,990 રૂપિયા છે. સાથે સાથે આ સ્માર્ટફોન 3GB રેમ / 32GB સ્ટોરેજ અને 6 GB રેમ / 128 GB સ્ટોરેજ વેરિયન્ટ્સમાં પણ ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે.

Oppo Realme 1ના સ્પેશીફિકેશન જોવામાં આવે તો, કંપની દ્વારા આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 8.1 ઓરીઓના આધારીત રિંગ  OS 5.0 આપવામાં આવ્યું છે.

ફોટોગ્રાફી માટે Realme 1 એ 13 મેગાપિક્સલનો રિયર કેમેરા ધરાવે છે, જ્યારે સેલ્ફી માટે તેની પાસે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે.

આ ઉપરાંત કંપનીએ દાવો કર્યો છે કે, આ સ્માર્ટફોનમાં આર્ટીફિશિયલ ઇટેલીજેંસ બેસ્ટ બ્યુટિફિકેશન્સ ફિચર્સ આપવામાં આવ્યું છે, જે ફોટાને ઇન્પ્રુવ કરે છે.

Realme 1 માં, 3410 mAhની બેટરી આપવામાં આવી છે અને કનેક્ટિવિટી માટે, તેમાં 4G VoLE અને અન્ય પ્રમાણભૂત સુવિધાઓ છે. સાથે સાથે આ મોબાઈલમાં માઇક્રો SD સ્લોટ પણ આપવામાં આવ્યું છે.