WhatsApp/ વોટ્સએપની નવી ગોપનીયતા નીતિનો વિવાદ…શું થઇ શકે તમારા પર અસર?

@કામેશ ચોકસી,મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ   વોટ્સએપ નવી પોલિસીનો વિવાદ તમામ વિવાદ વચ્ચે વોટ્સએપે ગોપનીયતા સંબંધિત શરતો અને નીતિને અમલમાં લાવવા માટે ફરી તૈયારી કરી લીધી છે.વોટ્સએપ હવે ફરી એકવાર નવી પોલિસી લઇને આવ્યું છેપણ આ વખતે વોટ્સએપ કંપનીએ આ પોલિસીને આક્રમક રીતે સમજાવવાનાં પ્રયાસમાં છે. આ માટે વોટ્સએપ હેડે ખુદ વીડિયો બનાવ્યો છે અને બ્લોગ પોસ્ટનાં […]

Trending Tech & Auto
4 1 1 વોટ્સએપની નવી ગોપનીયતા નીતિનો વિવાદ...શું થઇ શકે તમારા પર અસર?

@કામેશ ચોકસી,મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ

 

વોટ્સએપ નવી પોલિસીનો વિવાદ

1 1 1 વોટ્સએપની નવી ગોપનીયતા નીતિનો વિવાદ...શું થઇ શકે તમારા પર અસર?

તમામ વિવાદ વચ્ચે વોટ્સએપે ગોપનીયતા સંબંધિત શરતો અને નીતિને અમલમાં લાવવા માટે ફરી તૈયારી કરી લીધી છે.વોટ્સએપ હવે ફરી એકવાર નવી પોલિસી લઇને આવ્યું છેપણ આ વખતે વોટ્સએપ કંપનીએ આ પોલિસીને આક્રમક રીતે સમજાવવાનાં પ્રયાસમાં છે. આ માટે વોટ્સએપ હેડે ખુદ વીડિયો બનાવ્યો છે અને બ્લોગ પોસ્ટનાં માધ્યમ દ્વારા તેને સમજાવવા પ્રયાસ કર્યો છે.

વોટ્સએપ CEOએ શેયર કર્યો વીડિયો

2 1 1 વોટ્સએપની નવી ગોપનીયતા નીતિનો વિવાદ...શું થઇ શકે તમારા પર અસર?

વોટ્સએપનાં સી.ઇ.ઓ વિલ કાર્થકાર્ટે એક વીડિયો શેયર કર્યો છે.વીડિયોમાં તેમણે નવી પોલિસી વિશે જાણકારી આપી છે. વોટ્સએપનાં બ્લોગ પોસ્ટનાં માધ્યમ દ્વારા પ્રાઇવેસી પોલિસી માટે લોકોને જણાવવામાં આવ્યું છે જેનાથી અગાઉ વિવાદ વધ્યો હતો.ચોંકાનારી બાબત એ સામે આવી છે કે વિવાદ બાદ પણ વોટ્સએપે પોતાનાં નિર્ણયને પરત નથી ખેંચ્યો પણ લોકો માટે જાણકારી આપી છે.

 

નવી પોલિસીથી તમારા પર શું થઇ શકે અસર?

3 1 1 વોટ્સએપની નવી ગોપનીયતા નીતિનો વિવાદ...શું થઇ શકે તમારા પર અસર?

હવે તમારે એ જાણવું જરૂરી છે કે નવી પોલિસીની આપના પર શું અસર થઇ શકે છે.વોટ્સએપે હાલમાં જ પ્રાઇવેસી પોલિસીમાં બદલાવ કર્યો હતો જે બાદ મોટો વિવાદ સામે આવ્યો હતો.ખાસ કરીને ભારતનાં લોકોને વોટ્સએપનાં વિકલ્પને સ્થાને ટેલિગ્રામ અને સિગ્નલ એપનું વલણ વાપરવાનું દાખવ્યું હતુ.આ બાદ વોટ્સએપે ફુલ પેજ એડ કરીને લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે વોટ્સએપમાં ચેન્જને કારણે યૂઝર્સની પ્રાઇવેસી સાથે કોઇ સમજૂતી નહી થાય.હાલમાં જ ઇન્ડિયા ટૂડે કોન્કલેવ ઇસ્ટમાં ફેસબુક ઇન્ડિયા હેડે માન્યુ હતુ કે ભારતમાં તે આ પોલિસીને વધુ સારી રીતે લાવી શકે છે.જો કે હાલમાં વોટ્સએપે તે અપડેટને થોડાક સમય માટે હોલ્ડ પર રાખ્યું છે.કંપનીએ પોતાની નવી બ્લોગપોસ્ટ દ્વારા લોકોને જણાવ્યું કે કંપની લિમિટેડ ડેટા આપે છે પણ તે વિશ્વાસપાત્ર છે. વોટ્સએપે આ બ્લોગ પોસ્ટમાં બીજી એપ માટે પણ વાત કરી છે. જો કે હાલ કોઇ એપનું નામ નથી અપાયું.કંપનીની જાણકારી અનુસાર છેલ્લાં કેટલાંક સપ્તાહથી દુનિયાભરનાં કેટલાંક યૂઝર્સનાં ફિડબેક લેવાયા હતા જેથી તેમની વાતને યોગ્ય ન્યાય આપી શકાય.ધ્યાન ખેંચનારી વાત એ પણ સામે આવી હતી કે વોટ્સેપમાં જે પોલિસીમાં બદલાવ કરાયો છે તેમાં કોઇ ચેન્જીસ નહીં થાય,આ વખતે ફ્કત કંપનીનાં લોકોએ ઓપ્શનને સારી રીતે સમજવા વિકલ્પ પસંદ કર્યો છે જેને પહેલા જાણ વગર જ અપડેટ પુશ કર્યો હતો.આગામી કેટલાંક સપ્તાહમાં વોટ્સએપ યૂઝર્સને નવી પોલિસી રિવ્યૂ કરવાનો મોકો મળ્યો.વોટ્સએપનાં યૂઝર્સને એક નાનું બેનર જોવા મળશે જેના દ્વારા તે પોલિસી જોઇ શકે.અગાઉ આ પ્રકારનું કોઇ ઓપ્શન અપાયું નહોતું.