Not Set/ JIO દ્વારા લાવવામાં આવ્યો ૯૯ રૂ.નો નવો પ્લાન, મળશે આ ફાયદો

નવી દિલ્હી, ટેલિકોમ કંપની જિયો દ્વારા વધુ એક નવો પ્લાન લાવવામાં આવ્યો છે. આ પ્લાન હેઠળ ૯૯ રૂપિયાના પ્લાન હેઠળ ગ્રાહકોને ૨૮ દિવસ સુધી પ્રતિદિન ૫૦૦ MB ડેટા આપવામાં આવશે. જિયો દ્વારા ૯૯ રૂપિયાના નવા રિચાર્જ પ્લાનને પહેલાના ૪૯ રૂપિયા અને ૧૫૩ રૂપિયા વાળા રિચાર્જ સાથે રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત કંપની પાસે ૫૯૪ રૂપિયાનો […]

Trending Tech & Auto
jio 1 JIO દ્વારા લાવવામાં આવ્યો ૯૯ રૂ.નો નવો પ્લાન, મળશે આ ફાયદો

નવી દિલ્હી,

ટેલિકોમ કંપની જિયો દ્વારા વધુ એક નવો પ્લાન લાવવામાં આવ્યો છે. આ પ્લાન હેઠળ ૯૯ રૂપિયાના પ્લાન હેઠળ ગ્રાહકોને ૨૮ દિવસ સુધી પ્રતિદિન ૫૦૦ MB ડેટા આપવામાં આવશે.

જિયો દ્વારા ૯૯ રૂપિયાના નવા રિચાર્જ પ્લાનને પહેલાના ૪૯ રૂપિયા અને ૧૫૩ રૂપિયા વાળા રિચાર્જ સાથે રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત કંપની પાસે ૫૯૪ રૂપિયાનો પ્લાન પણ છે જે હેઠળ ગ્રાહકોને ૬ મહિના સુધી અનલિમિટેડ ડેટા અને વોઈસ કોલ્સ આપવામાં આવે છે. પરંતુ આ પ્લાનમાં ગ્રાહકોને મેસેજની સુવિધા મળશે નહિ.

કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ૯૯ રૂપિયાના રિચાર્જથી યુઝર્સને મહિનાનો ખર્ચ ૫૦ ટકા સુધી ઘટી શકે છે. સાથે સાથે ૯૯ રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને ૫૦૦ MB ડેટા સાથે ૩૦૦ SMS પણ આપવામાં આવશે તેમજ પહેલાની જેમ જ વોયસ કોલ્સ પણ મફત રહેશે.

મહત્વનું છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા તેની એન્યુઅલ મિટિંગમાં કંપની દ્વારા જિયોફોનને લઇ કેટલીક ઓફર્સનું એલાન કર્યું હતું. જેમાં ૫૦૧ રૂપિયાની કિંમતમાં તમે નવો JIO ફોન લઇ શકો છો.