Not Set/ ૧૨,૯૯૦ રૂ.માં લોન્ચ કરવામાં આવ્યું આ સ્માર્ટ LED TV, જાણો, આ TVના ખાસ ફિચર્સ

નવી દિલ્હી, વિડિયોટેક્સ ઇન્ટરનેશનલ દ્વારા નવી સ્માર્ટ ટીવીની રેન્જ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ કંપનીએ સ્માર્ટ એલઇડી ટીવીના ત્રણ નવા મોડલ લોન્ચ કર્યા છે, જેમાં ૩૨ ઇંચ (SO32AS), ૪૦ ઇંચ (SO5AS) અને ૪૮ ઇંચ (SO50AS) શામેલ છે. કંપની દ્વારા આ ત્રણ મોડલની શરૂઆતની કિંમત રૂ. ૧૨,૯૯૦ રૂપિયા અને ટોચના મોડેલની કિંમત ૨૫,૯૯૦ રૂપિયા […]

Trending Tech & Auto
05 10 ૧૨,૯૯૦ રૂ.માં લોન્ચ કરવામાં આવ્યું આ સ્માર્ટ LED TV, જાણો, આ TVના ખાસ ફિચર્સ

નવી દિલ્હી,

વિડિયોટેક્સ ઇન્ટરનેશનલ દ્વારા નવી સ્માર્ટ ટીવીની રેન્જ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ કંપનીએ સ્માર્ટ એલઇડી ટીવીના ત્રણ નવા મોડલ લોન્ચ કર્યા છે, જેમાં ૩૨ ઇંચ (SO32AS), ૪૦ ઇંચ (SO5AS) અને ૪૮ ઇંચ (SO50AS) શામેલ છે.

કંપની દ્વારા આ ત્રણ મોડલની શરૂઆતની કિંમત રૂ. ૧૨,૯૯૦ રૂપિયા અને ટોચના મોડેલની કિંમત ૨૫,૯૯૦ રૂપિયા રાખવામાં આવી છે. કંપની દ્વારા આ LED TVને ઈ-કોમર્સ કંપની એમેઝોન અને પેટીએમ પર વેચાશે.

૧૨,૯૯૦ રૂ.માં લોન્ચ કરવામાં આવ્યું આ સ્માર્ટ LED TV, જાણો, આ TVના ખાસ ફિચર્સ
TECH-videotex-international-launches-smart-led-tv

આ ત્રણ સ્માર્ટ ટીવીમાં HRDP ટેકનોલોજી, પ્રિઝમ પેનલ છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ ટેકનોલોજી આસપાસના પ્રકાશ પ્રતિબિંબને દૂર કરશે, જે ટીવી પર વધુ સારી બ્રાઈટનેસ અને કોન્ટ્રાસ્ટ બતાવશે.

આ સ્માર્ટ ટીવીને M કાસ્ટ દ્વારા તમામ સ્માર્ટ ડિવાઇસને કનેક્ટ કરી શકાશે. જો કે આ ઉપકરણમાં Android હોવા જરૂરી છે. આઇફોન યુઝર્સ એર પ્લે દ્વારા ટીવીથી કનેક્ટ થઈ શકે છે.

આ સ્માર્ટ ટીવી મલ્ટી સ્ક્રીન ઇન્ટરેક્શન એપ EShare દ્વારા સપોર્ટ આપવામાં આવ્યું છે. આ એપ હેઠળ તમે ટીવી પર સ્માર્ટફોન અને લેપટોપના કન્ટેન્ટને જોઈ શકો છો. ખાસ વાત એ છે કે કંપનીએ કહ્યું છે કે, મોબાઇલ આ ટીવીનો કી-બોર્ડ તરીકે ઉપયોગ કરી શકશે અને ઇ-શેર એપ્લિકેશન રિમોટ કંટ્રોલ કરી શકશે.

આ સ્માર્ટ ટીવીના સ્પેશિફિકેશનની વાત કરવામાં આવે તો, તમને ડ્યુઅલ કોર પ્રોસેસર સાથે 1 જીબી રેમ આપવામાં આવી છે.  TVમાં ઇન્ટરનલ મેમરી 8 જીબી છે. ટીવીની સાથે સાથે રિમોટ કંટ્રોલમાં માઉસ ફંક્શન આપવામાં આવ્યું છે, જેનાથી તમે નેવિગેશન કરી શકો છો