Not Set/ 6 GB રેમ સાથે હોનરનો સ્માર્ટફોન થયો લોન્ચ, જુઓ આ મોબાઈલના ફિચર્સ અને કિંમત

નવી દિલ્હી, અગ્રણી સ્માર્ટફોન કંપની હોનર દ્વારા ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Honor Play લોન્ચ કરવામાં આવ્યો છે. કંપની દ્વારા આ સ્માર્ટફોનમાં ૪ GB + ૬૪ GB તેમજ ૬ GB + ૬૪ GB વાળા બે વેરિયેન્ટ માર્કેટમાં લોન્ચ કર્યા છે. ભારતમાં Honor Play ૪ GB વાળા સ્માર્ટફોનની કિંમત ૧૯,૯૯૯ રૂપિયા અને ૬ GBની કિંમત ૨૩,૯૯૯ રૂપિયા […]

Trending Tech & Auto
maxresdefault 9 6 GB રેમ સાથે હોનરનો સ્માર્ટફોન થયો લોન્ચ, જુઓ આ મોબાઈલના ફિચર્સ અને કિંમત

નવી દિલ્હી,

અગ્રણી સ્માર્ટફોન કંપની હોનર દ્વારા ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Honor Play લોન્ચ કરવામાં આવ્યો છે. કંપની દ્વારા આ સ્માર્ટફોનમાં ૪ GB + ૬૪ GB તેમજ ૬ GB + ૬૪ GB વાળા બે વેરિયેન્ટ માર્કેટમાં લોન્ચ કર્યા છે.

ભારતમાં Honor Play ૪ GB વાળા સ્માર્ટફોનની કિંમત ૧૯,૯૯૯ રૂપિયા અને ૬ GBની કિંમત ૨૩,૯૯૯ રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનનું વેચાણ સોમવાર સાંજે ૪ વાગ્યાથી શરુ થશે અને ગ્રાહકો તેને એમેઝોન ઇન્ડિયાની સાઈટ પરથી ખરીદી શકે છે.

honor play amazon india 6 GB રેમ સાથે હોનરનો સ્માર્ટફોન થયો લોન્ચ, જુઓ આ મોબાઈલના ફિચર્સ અને કિંમત

હોનરના આ સ્માર્ટફોન ખરીદવા પર ગ્રાહકોને વોડાફોન દ્વારા પણ ૧૦ GBનો વધારાનો ડેટા મળશે, સાથે સાથે એમેઝોન પ્રાઈમ સબ્સક્રિપશન અને અન્ય ફાયદાઓ પણ મળશે.

Honor Playના સ્પેસિફિકેશન :

હોનર દ્વારા લોન્ચ કરાયેલા આ સ્માર્ટફોનમાં Honor Play એન્ડ્રોઇડ ૮.૧ ઓરિયો બેસ EMUI 8.2 પર ચાલે છે, તેમજ આ સ્માર્ટફોનમાં 19.5:9ના રેશિયો સાથે ૬.૩ ઇંચની ફૂલ HD ડિસ્પ્લે આપવામાં આવી છે.

Honor Playમાં ૪ GB તેમજ ૬ GB રેમની સાથે HiSilicon Kirin ૯૭૦ પ્રોસેસર અપાયું છે તેમજ GPS ટર્બો ટેકનોલોજી પણ આપવામાં આવી છે.

huawei honor play 2 6 GB રેમ સાથે હોનરનો સ્માર્ટફોન થયો લોન્ચ, જુઓ આ મોબાઈલના ફિચર્સ અને કિંમત

હોનરના આ સ્માર્ટફોનની ફોટોગ્રાફીની વાત કરવામાં આવે તો, આ સ્માર્ટફોનમાં રિયર ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. જેમાં એક કેમેરો ૧૬ મેગાપિક્સલ અને બીજો કેમેરો ૨ મેગાપિક્સલ છે. સાથે સાથે LED ફ્લેશ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સેલ્ફી માટે ફ્રન્ટમાં ૧૬ મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે અને તેનું એપેર્ચર f/2.0 છે.

આ સ્માર્ટફોનમાં ૬૪ GB ઇન્ટરનલ મેમરી અપાઈ છે અને તેને મેમરી કાર્ડ દ્વારા ૨૫૬ GB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે આ મોબાઈલમાં 4G VoLTE, Wi-Fi 802.11ac, બ્લુટૂથ v4.2, USB ટાઈપ – C (v2.0), GPS/ A-GPS અને એક ૩.૫ mm હેડફોન સપોર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત રિયર પેનલમાં એક ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે, તેમજ આ સ્માર્ટફોનમાં 3750mAhની બેટરી અપાઈ છે.