Not Set/ ૭૫,૦૦૦ રૂપિયાના છે આ સ્માર્ટ ચશ્માં, હોમ થીયેટર જોડે કરી શકશો કનેક્ટ

કેનડાની એક કંપનીએ સ્માર્ટ ચશ્માં બનાવ્યા છે. આ ચશ્માંના ફીચર સામાન્ય ચશ્માં કરતા જોરદાર છે. જો તમે ઘરમાં ટીવી બંધ કરવાનું કરવાનું ભૂલી ગયા હશો તો આ ચશ્માં તમને મદદ કરશે. આવા છે આ ચશ્માંના ખાસ ફીચર આ ચશ્માં પર નાનું પ્રોજેક્ટર લગાવવામાં આવ્યું છે. સૌથી મોટી ખાસિયત આ ચશ્માંની એ છે કે તે આરામથી […]

Trending Tech & Auto Videos
dims 2 ૭૫,૦૦૦ રૂપિયાના છે આ સ્માર્ટ ચશ્માં, હોમ થીયેટર જોડે કરી શકશો કનેક્ટ

કેનડાની એક કંપનીએ સ્માર્ટ ચશ્માં બનાવ્યા છે. આ ચશ્માંના ફીચર સામાન્ય ચશ્માં કરતા જોરદાર છે. જો તમે ઘરમાં ટીવી બંધ કરવાનું કરવાનું ભૂલી ગયા હશો તો આ ચશ્માં તમને મદદ કરશે.

આવા છે આ ચશ્માંના ખાસ ફીચર

આ ચશ્માં પર નાનું પ્રોજેક્ટર લગાવવામાં આવ્યું છે.

સૌથી મોટી ખાસિયત આ ચશ્માંની એ છે કે તે આરામથી ઘરના હોમ થીયેટર સાથે કનેક્ટ થઇ શકે છે.

તમે ચશ્માં દ્વારા વોઈસ કમાંડ આપી શકો છો. એટલું જ નહી પરંતુ તમારા ફોનના મેસેજ પણ તે વાંચી શકે છે.

મોસમ વિશે પણ અપડેટ દેશે.

જો કોઈ ટાસ્ક રાખ્યું હોય તો તે બાબતે તમને ચેતવણી આપશે.

આ ચશ્માંની સાથે એક રીંગ જેવું લૂપ પણ છે. જેને તમારે આંગળીમાં પહેરવું પડશે. તેને ઓન કરવાથી નોટિફિકેશન આવવાની શરુ થઇ જશે.

કંપનીએ અમેઝોન સ્પીકર સાથે આ ચશ્માંને કનેક્ટ કરીને ડેમો પણ આપ્યો હતો.

કેનેડાની કંપનીએ આ ચશ્માંની પ્રી-બુકિંગ અમેરિકા અને કેનેડાના ચાલુ કરી દીધું છે. કંપની દ્વારા આ ચશ્માંની કિંમત ૭૫,૦૦૦ રૂપિયા આંકવામાં આવી છે.

એક વખત ચાર્જીંગ કર્યા બાદ તે ૧૮ કલાક સુધી કામ કરી શકે છે. ડિસ્પ્લે પણ સ્માર્ટ ટેક્નોલોજીથી બનાવવામાં આવી છે.

લૂપ દ્વારા કમાંડ આપતાની સાથે જ ચશ્માંની ડિસ્પ્લે સાફ થઇ જશે અને ત્યારબાદ તેને સામાન્ય ચશ્માંની જેમ તમે ઉપયોગ કરી શકશો.

આ ચશ્માંની બીજી જોરદાર વાત તો એ છે કે તેની પર તડકો કે પાણીની કોઈ અસર નહિ થાય.

આ ચશ્માં માટે સૌ પ્રથમ યુઝરના ચહેરાનું ડીજીટલ સ્કીનીંગ થશે અને ત્યારબાદ તેના સાઈઝનું બનાવવામાં આવશે.