Not Set/ ઓપ્પોએ F11 Pro માર્વેલ એવેન્જર્સ લિમિટેડ એડિશન લોન્ચ કરી, આ છે ફીચર્સ

Avengers Endgame દેશભરમાં ધૂમ મચાવી રહી છે. દર્શકો પણ મૂવિને લઇને ખૂબજ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. ભારતમાં ફિલ્મની આટલી લોકપ્રિયતા જોઇને Avengers Endgame ની સ્ક્રીનિંગને સેલીબ્રેટ કરવા માટે ઓપ્પોએ F11 Pro Marvel’s Avengers Limited Edition લોન્ચ કરી છે. ઓપ્પોની સ્પેશિયલ એડિશનની કિંમત રૂ.27,990 છે. ફોનની બેક પેનલ પર લાલ રંગમાં A બનેલો છે અને તેનું […]

Trending Tech & Auto
Avenegers limited edition ઓપ્પોએ F11 Pro માર્વેલ એવેન્જર્સ લિમિટેડ એડિશન લોન્ચ કરી, આ છે ફીચર્સ

Avengers Endgame દેશભરમાં ધૂમ મચાવી રહી છે. દર્શકો પણ મૂવિને લઇને ખૂબજ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. ભારતમાં ફિલ્મની આટલી લોકપ્રિયતા જોઇને Avengers Endgame ની સ્ક્રીનિંગને સેલીબ્રેટ કરવા માટે ઓપ્પોએ F11 Pro Marvel’s Avengers Limited Edition લોન્ચ કરી છે.

ઓપ્પોની સ્પેશિયલ એડિશનની કિંમત રૂ.27,990 છે. ફોનની બેક પેનલ પર લાલ રંગમાં A બનેલો છે અને તેનું બેકગ્રાઉન્ડ વાદળી રંગનું છે. ઓપ્પો એફ11 પ્રો માર્વેલ એવેન્જર્સ લિમિટેડ એડિશન કેપ્ટન અમેરિકાની થીમ ધરાવતા કેસમાં આવે છે.

અન્ય ફીચર્સ વિશે વાત કરીએ તો ઓપ્પો એફ11 પ્રો માર્વેલ એવેન્જર્સ લિમિટેડ એડિશન 6.5 ઇંચની ડિસપ્લે ધરાવે છે જેનું રિઝોલ્યુશન 2340×1080 પિક્સલ છે. તે મીડિયાટેક હેલિયો પી70 પ્રોસેસરની સાથે 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજથી સજ્જ છે.

ફોનમાં ડ્યુઅલ કેમેરા પણ છે જેમાં 48 મેગાપિક્સલ અને બીજો 5 મેગાપિક્સલનો કેમેરો છે. સેલ્ફી ચાહકો માટે પણ તેમાં 16 મેગાપિક્સલનો કેમેરો છે. 4000 એમએચની બેટરીથી સજ્જ આ ફોન ફાસ્ટ ચાર્જિંગ તકનીક VOOC 3. ને સપોર્ટ કરે છે. હવે આ ફોન મૂવિની જેમ લોકોના દિલમાં સ્થાન બનાવવામાં સફળ થશે કે નહીં તે જોવું રહ્યું.