Relationship News/ બીજી પ્રેગ્નન્સી વિશે પ્રથમ બાળકને ક્યારે જણાવવું? બાળકને માનસિક રીતે તૈયાર કરવા માટે અપનાવો આ રીતો

બીજી Pregnancy વખતે મોટા બાળકને માનસિક રીતે તૈયાર કરવું ખૂબ જરૂરી છે. તેને ક્યારે જણાવવું, કેવી રીતે વાત કરવી અને કઈ ભૂલો ટાળવી, તે વિશે વાંચો હેલ્થ એક્સપર્ટની ખાસ ટિપ્સ.

Trending Tips & Tricks Lifestyle Relationships
Pregnancy

Sibling Bonding Tips:  જ્યારે પરિવારમાં બીજા બાળકનું આગમન થવાનું હોય, ત્યારે મોટા બાળકના મનમાં અનેક પ્રકારની અસલામતી અને ઈર્ષ્યા જન્મી શકે છે. તેને લાગે છે કે મમ્મી-પપ્પાનો પ્રેમ હવે વહેંચાઈ જશે. આવા સમયે માતા-પિતાએ ખૂબ જ ધીરજ અને પ્રેમથી બાળકને આ પ્રક્રિયાનો હિસ્સો બનાવવો જોઈએ.

જાણકારી આપવાનો સાચો સમય

પહેલા ત્રણ મહિના પછી: સામાન્ય રીતે પ્રેગ્નન્સીના (Pregnancy) 3 મહિના (First Trimester) પૂર્ણ થયા પછી બાળકને જણાવવું યોગ્ય ગણાય છે.

ઉંમર મુજબ નિર્ણય: જો બાળક ખૂબ નાનું હોય, તો જ્યારે માતાના શરીરમાં ફેરફાર દેખાવા લાગે ત્યારે જણાવવું વધુ સારું છે. મોટા બાળકો સાથે વહેલી વાતચીત શરૂ કરી શકાય છે જેથી તેઓ ધીરે-ધીરે આ ફેરફારને સ્વીકારી શકે.

Pregnancy

બાળક સાથે કેવી રીતે વાત કરવી?

સરળ ભાષા: બાળકને કહો કે “મમ્મીના પેટમાં એક નાનું બેબી છે, જે થોડા મહિનામાં તારો નાનો ભાઈ કે બહેન બનીને આવશે.”

ડર દૂર કરો: તેને વારંવાર ભરોસો અપાવો કે નવા બાળકના આવવાથી મમ્મી-પપ્પાનો તેના પ્રત્યેનો પ્રેમ જરાય ઓછો નહીં થાય.

જર્નીમાં સામેલ કરો: બાળક (Pregnancy) માટે કપડાં લેવા, રમકડાં પસંદ કરવા કે નામ પાડવા જેવી નાની બાબતોમાં મોટા બાળકની સલાહ લો. તેને ડોક્ટર પાસે ચેકઅપ માટે પણ સાથે લઈ જઈ શકાય છે.

Pregnancy દરમિયાન આ ભૂલો કરવાનું ટાળો

જબરદસ્તી જવાબદારી: બાળકને (Pregnancy) એવું ન કહો કે “હવે તું મોટો થઈ ગયો છે, તારે જ બેબીનું ધ્યાન રાખવું પડશે.” આનાથી બાળક દબાણ અનુભવે છે.

સરખામણી: ક્યારેય બંને બાળકોની સરખામણી ન કરો.

અચાનક ફેરફાર: નવા બાળકના આગમન (Pregnancy) પહેલા મોટા બાળકની દિનચર્યા કે તેના સૂવાની જગ્યામાં અચાનક ફેરફાર ન કરો.

Pregnancy

નેગેટિવ રિએક્શનને કેવી રીતે હેન્ડલ કરવું?

જો બાળક ગુસ્સો કરે કે ઉદાસ થઈ જાય, તો તેને વઢવાને બદલે પ્રેમથી તેની વાત સાંભળો. દિવસમાં ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ માત્ર મોટા બાળક સાથે વિતાવો (Quality Time), જેથી તેને પોતાની અગત્યતા સમજાય.


આ પણ વાંચો: પ્રાચીન ભારતમાં સેક્સ પર પ્રતિબંધ નહોતો, મંદિરોની દિવાલો પર કંડારેલું છે ‘કામસૂત્ર’, જાણો રોચક ઇતિહાસ

આ પણ વાંચો: સેક્સ દરમિયાન પાર્ટનરને ક્યારેય ના કહેશો આ 5 વાતો, સુખી લગ્નજીવન માટે જાણી લો આ ખાસ ટિપ્સ