AHMEDABAD NEWS/ શનિવારથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દસ દિવસની મેગા ડ્રાઇવ

અમદાવાદમાં વધતા વાહન અકસ્માતોને લઈને હવે ટ્રાફિક પોલીસની નીંદર ઉડી છે. પોલીસે હવે દસ દિવસની મેગા ડ્રાઇવ યોજાશે. તેમા રોંગસાઇડ વાહન ચલાવતા વાહનચાલકોને ફક્ત દંડવામાં નહીં આવે, પોલીસ કેસ પણ કરાશે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 19 1 શનિવારથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દસ દિવસની મેગા ડ્રાઇવ

Ahmedabad News: અમદાવાદમાં વધતા વાહન અકસ્માતોને લઈને હવે ટ્રાફિક પોલીસની નીંદર ઉડી છે. પોલીસે હવે દસ દિવસની મેગા ડ્રાઇવ યોજાશે. તેમા રોંગસાઇડ વાહન ચલાવતા વાહનચાલકોને ફક્ત દંડવામાં નહીં આવે, પરંતુ પોલીસ કેસ પણ કરવામાં આવશે. આમ રોંગ સાઇડ રાજુ હવે દંડાશે પણ ખરો.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની આ ટ્રાફિક ડ્રાઇવ 30 જૂન સુધી ચાલશે. આમ રોંગ સાઇડવાળા માટે આ રાઇટ પગલું શરૂ થયું છે. શહેરમાં વધી રહેલા અકસ્માતોના પગલે આ ડ્રાઇવ યોજાશે. શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ સાથે મળીને ડ્રાઇવ યોજશે.

રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહન ચાલકોને પકડીને તેમની સાથે કલમ 279 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવશે. આ ગુનામાં વાહનચાલકની ધરપકડ થશે. આ ગુનામાં પકડાયેલા વાહન ચાલકે જામીન લેવા પડશે.

ટ્રાફિક જેસીપી એન.એન. ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરમાં વધતાં જતાં અકસ્માતોના પગલે આ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવનાર છે. આ ડ્રાઇવ શહેરના એસ.જી. હાઇવે સહિતના મોટા રસ્તાઓથી શરૂ કરવામાં આવશે. તેના પછી અંદરના રસ્તાઓ પર પણ ડ્રાઇવ યોજાશે. ડ્રાઇવ દરમિયાન વાહન ચાલકોને દંડવાની જગ્યાએ કેસ કરવામાં આવશે. આ ગુનામાં પકડાયેલા વાહનચાલકોએ પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અલંગમાં કરોડોના ભંગારની ચોરીનો પ્રયાસ

આ પણ વાંચો: IMDએ કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે યોગા કર્યા