Not Set/ રાજકોટમાં કોરોનાથી વધુ 10ના મોત, કોરોનાના સંક્રમિતો આટલા થયા અને સ્થિતિ કંઈક આવી છે

રાજકોટ શહેરમાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકની અંદર વધુ 10 લોકોના મોત થયા છે. તેમજ શહેરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 10,927 પર પહોંચી છે.

Gujarat Rajkot
virus novel coronavirus COVID 19 shut રાજકોટમાં કોરોનાથી વધુ 10ના મોત, કોરોનાના સંક્રમિતો આટલા થયા અને સ્થિતિ કંઈક આવી છે

રાજકોટ શહેરમાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકની અંદર વધુ 10 લોકોના મોત થયા છે. તેમજ શહેરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 10,927 પર પહોંચી છે. જ્યારે રાજકોટના વિવિધ વિસ્તારોમાં આવેલી હોસ્પિટલોની અંદર સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 735 તેમજ સારવાર બાદ સાજા થઇ ચુકેલા અને ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓની સંખ્યા 78 થઈ છે.

મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ કામગીરી અન્વયે અત્યાર સુધીમાં કુલ 5714 ઘરનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી માત્ર 80જેટલા દર્દીઓને તાવ અને શરદી હોવાનું મહાનગરપાલિકાના રિપોર્ટમાં સામે આવ્યું છે. આ દર્દીઓની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

આ પણ વાંચો : અહેમદ પટેલના દિકરા-દીકરી રાજકારણમાં જોડાશે કે નહીં, મળ્યો આ જવાબ

રાજકોટ શહેરમાં કુલ 64 કન્ટેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગઈકાલે શાસ્ત્રીનગર, નાનામોવા મેઈન રોડ, બિગ બજાર પાસે આવેલા ચંદ્રપાર્ક, હસનવાડી, ભક્તિનગર સર્કલ, કોઠારીયા મેઇન રોડ પાસે નવરંગ પાર્ક, કલ્યાણ પાર્ક રેસકોર્સ રોડ, સદગુરુ નગર નવા કુવાડવા રોડને નવા માઈક્રો કન્ટેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ઠંડીના વધતા પારાની વચ્ચે ગીર સોમનાથની ધરતી પણ ધ્રુજી, 24 કલાકમાં ભૂકંપના 13 આંચકા આવ્યા

રાજકોટ જિલ્લામાં કુલ 233 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન છે જે અંતર્ગત હવે ભવાની કૃપા કૈલાશ બાગ ગોંડલ, નવા બસ સ્ટેન્ડ પાસે ધોરાજી, ગીતાનગર જસદણ, પ્રશીલલ પાર્ક મુંજકા, કોટડાના ચંપા બોડા પોલીસ સ્ટેશન વિસ્તાર, જામકંડોરણાના યમુનાનગર તથા જેતપુરની શ્રદ્ધા સોસાયટીનો પણ હવે તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : કોરોનાના કહેર વચ્ચે દેવભૂમિ દ્વારકામાં યોજાયા શાહી લગ્ન, લોકો સામાજિક અંતરનું ભૂલ્યા ભાન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…