Gandhinagar News: ગુજરાત પોલીસ દ્વારા એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મકાનો ભાડે આપનારા મકાનમાલિકો માટે મહત્વના સમાચાર છે. ભાડૂતોએ હવે ફરજિયાત નોંધણી કરાવવી પડશે. જેના માટે 27મી ઓક્ટોબર સુધી ભાડુઆત નોંધણી માટે ઝુંબેશ ચલાવવામાં આવશે. તેના માટે કોઈપણ વ્યક્તિ ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ગુજરાત પોલીસે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
13 થી 27 ઓક્ટોબર 2024 દરમિયાન સમગ્ર રાજ્યમાં ભાડૂત નોંધણી અંગે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. પોલીસ સ્ટેશનમાં ભાડુઆતની નોંધણી કરાવવી ફરજિયાત છે, જે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ દ્વારા ઘરે બેઠાં બેઠાં સરળતાથી ઓનલાઈન થઈ શકે છે.
રાજ્યભરમાં તા.૧૩ થી ૨૭ ઓકટોબર ૨૦૨૪ દરમિયાન ભાડૂઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે.
ભાડૂઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે, જે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ મારફતે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન કરી શકાય છે.
— Gujarat Police (@GujaratPolice) October 13, 2024
ઓનલાઈન નોંધણી
ગુજરાત પોલીસે ટ્વીટ કર્યું છે કે 13 થી 27 ઓક્ટોબર 2024 દરમિયાન રાજ્યભરમાં ભાડુઆતની નોંધણી અંગે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. ભાડુઆતની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવવી ફરજીયાત છે. જે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ દ્વારા ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન કરી શકાશે.
13થી 27 ઓક્ટોબર 2024 સુધી ભાડુઆતોની નોંધણી માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ફરજિયાત છે અને ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ દ્વારા સરળતાથી ઓનલાઈન કરી શકાય છે. પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી આ વિશેષ ઝુંબેશનો હેતુ સહકારી રીતે ભાડૂતોની નોંધણીનું પાલન સુનિશ્ચિત કરવાનો છે. તરત જ નોંધણી કરો.
આ ઉપરાંત ટ્વીટમાં ફરી કહેવામાં આવ્યું છે કે ગુજરાત પોલીસના આ વિશેષ અભિયાનનો હેતુ ભાડૂઆત નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો અને દરેકને સુરક્ષિત રાખવાનો છે. પોલીસને સહકાર આપો, બને તેટલી વહેલી તકે ભાડુઆતની નોંધણી કરો.
આ પણ વાંચો: ગુજરાત પોલીસે કરી ત્રણ હજાર કરોડનો સટ્ટો રમાડતા રાજસ્થાની બુકીની ધરપકડ
આ પણ વાંચો: ગુજરાત પોલીસને આ કામ બદલ મળ્યો પ્રતિષ્ઠીત પુરસ્કાર, ગૃહમંત્રીએ એનાયત કર્યો એવોર્ડ
આ પણ વાંચો: ગુરૂ વંદનાના ખાસ દિવસ એવા શિક્ષક દિનની ગુજરાત પોલીસ દ્વારા અનોખી ઉજવણી
