Not Set/ અમદાવાદનાં ખાડે ગયેલા રોડ અંગે છેવટે તંત્ર જાગ્યું, આગામી ત્રણ દિવસમાં શહેરના રોડનું પેચવર્ક પૂર્ણ

ચોમાસાની સિઝનમાં પડેલા વરસાદ અને ખોદકામને કારણે ઠેર ઠેર પડેલા ખાડાઓને લઈને હવે  મ્યુનિસિપલ તંત્ર સક્રીય થયું છે. કોર્પોરેશને 10 દિવસમાં 1.37 લાખ ચોરસમીટર જેટલું પેચવર્ક કર્યું છે. નાગરિકને ખાડા અંગે ફરિયાદ કરવા માટે કોર્પોરેશન દ્વારા નંબર (155303) જાહેર કરવામા આવ્યો છે. જેનાં પર ફરિયાદ કરીને 24 કલાકમાં લોકોની મુશ્કેલીનો નિકાલ કરવામાં આવશે. અત્યાધુનિક પેચિંગ […]

Top Stories Ahmedabad Gujarat
road 1 2 અમદાવાદનાં ખાડે ગયેલા રોડ અંગે છેવટે તંત્ર જાગ્યું, આગામી ત્રણ દિવસમાં શહેરના રોડનું પેચવર્ક પૂર્ણ

ચોમાસાની સિઝનમાં પડેલા વરસાદ અને ખોદકામને કારણે ઠેર ઠેર પડેલા ખાડાઓને લઈને હવે  મ્યુનિસિપલ તંત્ર સક્રીય થયું છે. કોર્પોરેશને 10 દિવસમાં 1.37 લાખ ચોરસમીટર જેટલું પેચવર્ક કર્યું છે. નાગરિકને ખાડા અંગે ફરિયાદ કરવા માટે કોર્પોરેશન દ્વારા નંબર (155303) જાહેર કરવામા આવ્યો છે. જેનાં પર ફરિયાદ કરીને 24 કલાકમાં લોકોની મુશ્કેલીનો નિકાલ કરવામાં આવશે. અત્યાધુનિક પેચિંગ મશીન, માઈક્રો રિસરફેસર મશીનનો ઉપયોગ કરી કામગીરી કરવામાં આવી છે. 3 કરોડના ખર્ચે 11000 હોટમિક્સ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

road 2 1 અમદાવાદનાં ખાડે ગયેલા રોડ અંગે છેવટે તંત્ર જાગ્યું, આગામી ત્રણ દિવસમાં શહેરના રોડનું પેચવર્ક પૂર્ણ

શહેરમાં ચાલુ ચોમાસા દરમ્યાન પડેલા વરસાદ અને ખોદકામને કારણે ઠેર ઠેર પડેલા ખાડાઓ મ્યુનિસિપલ તંત્રને  રૂપિયા 3 કરોડમાં પડ્યા છે.  કોર્પોરેશને 10 દિવસમાં 1.37 લાખ ચોરસમીટર જેટલા અંતરમાં 1 લાખ 43 હજાર 16 જેટલું પેચવર્ક કર્યું છે.  યુદ્ધના ધોરણે 10 દિવસમાં કામગીરી કરવામા આવી છે. જો કોઈપણ નાગરિકને ખાડા અંગે ફરિયાદ હોય તો કોર્પોરેશનના નંબર 155303 પર ફરિયાદ કરી શકે છે. જેનો 24 કલાકમાં નિકાલ કરવામાં આવશે.

ahmedabad અમદાવાદનાં ખાડે ગયેલા રોડ અંગે છેવટે તંત્ર જાગ્યું, આગામી ત્રણ દિવસમાં શહેરના રોડનું પેચવર્ક પૂર્ણ

જો કે હજી કેટલાક રોડના ખાડા પુરવાના બાકી છે જે ત્રણ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવયો છે. દર વર્ષે પોટ હોલ્સની પરંપરાગત ભઠ્ઠીથી પેચવર્કની કામગીરી કરવામાં આવતી હતી. આ વર્ષથી અત્યાધુનિક પેચિંગ મશીન, માઈક્રો રિસરફેસર મશીનનો ઉપયોગ કરી કામગીરી કરવામાં આવી છે.  3 કરોડના ખર્ચે 11000 હોટમિક્સ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.