terrible thing/ બ્રિટનમાં ભયાનક ભૂખમરો, પ્રથમ વખત મફત ભોજન યોજના શરૂ

કોરોના કાળમાં વિપરીત પરિસ્થિતિ સમગ્ર વિશ્વ માટે અકલ્પનીય બની રહી છે. ત્યારે બ્રિટન જેવા ધનાઢ્ય દેશની સ્થિતિ પણ કપરી બની ગઈ છે. બ્રિટનમાં કોરોનાના કારણે બાળકો પર ભૂખમરાનું

Top Stories World
bretain

કોરોના કાળમાં વિપરીત પરિસ્થિતિ સમગ્ર વિશ્વ માટે અકલ્પનીય બની રહી છે. ત્યારે બ્રિટન જેવા ધનાઢ્ય દેશની સ્થિતિ પણ કપરી બની ગઈ છે. બ્રિટનમાં કોરોનાના કારણે બાળકો પર ભૂખમરાનું સંકટ ઉભુ થયું છે. જેથી વૈશ્ર્વિક સંસ્થા યુનિસેફે 70 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કટોકયી જેવી સ્થિતિમાં મફત ભોજન યોજના શરુ કરવા નિર્ણય લીધો છે.

Corona Virus / 12000નાં મોત, સંક્રમણનાં નવા કેસ 7.07 લાખ – વિશ્વ હજુ …

યુનિસેફના જણાવ્યા અનુસાર, બીજા વિશ્ર્વયુદ્ધ બાદ કોવિડ-29 મહામારી સૌથી મોટું સંકટ છે. ચેરીટ ફુડ ફાઉન્ડેશને મે મહિનામાં કરેલા સર્વેમાં દેશમાં 24 લાખ બાળકો ભૂખમરા થી અસરગ્રસ્ત જોવામાં આવ્યા હતા.ઓકટોબર સુધી સ્કુલના 9 લાખ વધુ બાળકો તેમાં ઉમેરાયા હતા જેથી આંકડો 30 લાખને પાર થયો છે.આથી સૌથી વધુ પ્રભાવિત સાઉથ પાર્ક, દક્ષિણ લંડનમાં જરૂરિયાતવાળા બાળકો અને પરિવારોને મદદ કરવા પહેલ કરી છે.આ કાર્ય કરતી સંસ્થા સ્કુલ ફુડ મેન્ટર્સને યુનિસેફ 25 હજાર પાઉન્ડની મદદ કરશે. છ માસમાં છ હજાર બાળકોના મૃત્યુની ભીતી વચ્ચે યુનો પાસે 1.6 કરોડ ડોલરની મદદ માટે રજૂઆત કરાઈ છે.

Farmers Protest / કૃષિમંત્રી તોમારનો ખેડુતોને 8 પાનાનો પત્ર, PMએ કહ્યું –…

પુરા વિશ્ર્વમાં 1.68 લાખ બાળકોના મોતનો અંદાજ છે.બ્રિટનમાં વિપક્ષી ઉપનેતા અને લેબર પાર્ટીના સભ્ય એંજેલા રેનરે કહ્યું કે, બ્રિટન એક અમીર દેશ છે. સંસ્થાઓએ પણ મદદ કરવી પડે છે. તેમાં સરકારની નિષ્ફળતા દેખાય છે. જોન્સન સરકાર માટે આ શરમની વાત છે. યુનિસેફના ડિરેકટર અન્ન કૈટલીએ કહ્યું કે, આ યોજના માટે સરકારે પણ પગલા ભરવા પડશે. દેશમાં કોઈ બાળક ભૂખ્યું રહેવું ન જોઈએ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…