Rajkot/ રાજકોટમાં BJP ના પૂર્વ કોર્પોરેટર ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા

રાજકોટમાં રાત્રી કરફ્યુના અમલ માટે પોલીસ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે એરપોર્ટ ફાટક નજીક પ્રદ્યુમન નગર પોલીસે કારની તલાશી લેતા તેમાંથી 5 કારતૂસ અને દેશી તમંચો મળી આવ્યો હતો.

Gujarat Rajkot
a 268 રાજકોટમાં BJP ના પૂર્વ કોર્પોરેટર ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા

રાજકોટમાં કોરોના પોઝિટીવ કેસ વધારાને લઈને લાગુ કરાયેલા રાત્રી કરફ્યૂ દરમિયાન પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ દરમિયાન ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ઘવા રાજકોટના એરપોર્ટ ફાટક પાસે ગેરકાયદેસર હથિયારો સાથે પોલીસે ઝડપાયા છે. પોલીસે સંજય ઘવા પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને 5  કારતૂસ જપ્ત કરી છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટમાં રાત્રી કરફ્યુના અમલ માટે પોલીસ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે એરપોર્ટ ફાટક નજીક પ્રદ્યુમન નગર પોલીસે કારની તલાશી લેતા તેમાંથી 5 કારતૂસ અને દેશી તમંચો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે પૂર્વ કોર્પોરેટર સમક્ષ ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે. પૂર્વ કોર્પોરેટર સંજય ધવા વર્ષ 2010માં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના નિશાન પર ચૂંટાયા હતા.

સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ. ચાવડાએ હતું કે, હાલ રાજકોટ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ છે. આ સમયે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશ અનુસાર રાત્રિના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે બી ડિવિઝન પોલીસ રાજમાર્ગો પર ફરજ બજાવતી હોઈ છે. આ સમયે પ્રદ્યુમનનગર પોલીસનો સ્ટાફ રાત્રિ કર્ફ્યૂ દરમિયાન પેટ્રોલિંગમાં હતો ત્યારે એરપોર્ટ ફાટક પાસેથી ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ધવા પોતાની કાર લઈને નીકળતા પોલીસ તેમની કાર અટકાવી હતી. રાત્રિ કર્ફ્યૂ હોવાથી પોલીસે તેમને બહાર નીકળવાનું કારણ પૂછ્યું હતું અને કારની તલાશી લીધી હતી.

તલાશી દરમિયાન તેમના કારના ડેસ બોર્ડના ખાનામાંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. સાથે જ કારતૂસ નંગ 5 મળી આવ્યા હતા.  હાલ પ્રદ્યુમનનગર પોલીસે આર્મ્સ એક્ટ કલમ 25 (1-B)–A તથા IPC કલમ-188 મુજબ સંજય ઘવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.

ડિસામાં બે દિવસથી ઘુમ થયેલા યુવકનો મૃતદેહ ટાંકીમાંથી મળતા મચ્યો ખળભળાટ

ચોટીલામાં શિક્ષણ ક્ષેત્રે ઈનોવેટિવ કામ કરનારા શિક્ષકોની પડખે સરકાર, અપાયું ખાસ પ્રોત્સાહન

સુરેન્દ્રનગરમાં પીએમ આવાસ યોજનામાંથી નામ કપાતા લોકોમાં રોષની લાગણી

જાફરાબાદમાં માછીમારી કરી રહેલી બોટમાં 300 કિલોની મહાકાય માછલી જાળમાં ફસાઈ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…