Not Set/ અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકીઓનો આતંક, હવે પત્રકારો પર થઇ રહ્યા છે હુમલા

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર અધિપત્ય જમાવ્યા બાદ હવે તાલિબાનના ચહેરા પરથી નકાબ ઉતારવાનું શરુ થઇ ગયું છે, એક બાજુ તાલિબાનો દ્વારા…

Top Stories World
તાલિબાન

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર અધિપત્ય જમાવ્યા બાદ હવે તાલિબાન ના ચહેરા પરથી નકાબ ઉતારવાનું શરુ થઇ ગયું છે, એક બાજુ તાલિબાનો દ્વારા સ્થાનિક નાગરિકો પર હુમલા વધારી દેવામાં આવ્યા છે, ત્યાતે બીજી બાજુ જ્યાં હવે પત્રકારો પર હુમલા વધી રહ્યા છે. આતંકવાદીઓએ ગુરુવાર કાબુલની સુરક્ષા પર રીપોર્ટ કરી રહેલા એક સ્થાનિક ચેનલના પત્રકારો સાથે મારપીટ કરી હતી.

આ પણ વાંચો :તાલિબાનોના શાસનમાં બદલાઈ નીતિ, ભારત સાથે આયાત-નિકાસ પર મુક્યો પ્રતિબંધ

આ સાથે સાથે વિદેશી મીડિયાકર્મીઓને પણ દેશનાં અન્ય શહેરોમાં કામ કરવા માટે રોકવામાં આવી રહ્યા છે. બીજી તરફ કાબુલમાં જિંદગી દિનપ્રતિદિન ખુબ કઠીન થઇ રહી છે. લોકો રાષ્ટ્રીય ધ્વજ સાથે રસ્તા પર માર્ચ કરી રહ્યા છે, જેમાં ઘણા સ્થળોએ માર્ચ મહિલાઓ કરી રહી છે. આ લોકો નારા લગાવી રહ્યા છે કે,  અમને અમારો સુંદર રાષ્ટ્ર્દવ્જ જોઈએ છે.

આ પણ વાંચો :બિડેન વહીવટીતંત્રે તાલિબાનોના અફઘાનિસ્તાન પર કબ્જા બાદ હથિયારોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો

દરેક ચેહરા પર જોવા મળે છે તાલિબાનનો ડર

અફઘાનિસ્તાનમાં તાલીબાનના રાજ પછી ઘણા સ્થળો પર તાલિબાન લડાકરો માર્ચ કરી રહ્યા છે અને યુવાનો સાથે સંઘર્ષ થઈ રહ્યો છે. આતંકીઓ પ્રદર્શનકારીઓ પર બંદુક તાની રહ્યા છે અને બજારો પણ સંપૂર્ણ રીતે ખુલી રહ્યા નથી. કેટલાક ભાગોમાં દુકાન ખુલી રહી છે અને બીજી તરફ બેન્કોમાં પણ લોકોની લાંબી કતારો લાગી રહી છે. આ સમયમાં હવે કાબુલના દરેક નિવાસી પર એક વાત સ્પષ્ટ છે કે, તે છે- તાલિબાની આતંકીઓ દ્વારા રોકવાનો ડર.

આ પણ વાંચો :અમેરિકન પ્લેનમાંથી પડી ગયેલા છોકરાના પરિવારે દર્દનાક કહાની સંભળાવી, હાથ -પગ પણ ગાયબ

આ પણ વાંચો :અફઘાનિસ્તાનમાં તાલીબાનના રાજથી પાકિસ્તાન ખુશ , જણાવ્યું કે….

આ પણ વાંચો :તાલિબાન વિરૂદ્ધ યુદ્ધ માટે તૈયાર અહેમદ મસૂદ,અમેરિકા પાસેથી હથિયારોની માંગણી