Not Set/ આતંકવાદી કહેવા પર ભડક્યા કેજરીવાલ, કહ્યુ- હવે દિલ્હી જ નક્કી કરશે હુ કોણ છું

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે ભાજપનાં સાંસદ પ્રવેશ વર્માનાં આતંકવાદીઓનાં નિવેદનની ટીકા કરતા કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં મેં દિલ્હીનાં દરેક બાળકોને મારું બાળક માન્યું છે અને તેમના માટે સારું શિક્ષણ પૂરું પાડ્યું છે. શું તેનાથી હુ આતંકવાદી બની ગયો છું? મેં લોકો માટે દવાઓ […]

Top Stories India
Kejriwal 1 આતંકવાદી કહેવા પર ભડક્યા કેજરીવાલ, કહ્યુ- હવે દિલ્હી જ નક્કી કરશે હુ કોણ છું

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે ભાજપનાં સાંસદ પ્રવેશ વર્માનાં આતંકવાદીઓનાં નિવેદનની ટીકા કરતા કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં મેં દિલ્હીનાં દરેક બાળકોને મારું બાળક માન્યું છે અને તેમના માટે સારું શિક્ષણ પૂરું પાડ્યું છે. શું તેનાથી હુ આતંકવાદી બની ગયો છું? મેં લોકો માટે દવાઓ અને ટેસ્ટની સુવિધા કરી. આતંકવાદી આવુ કરે છે શું?

સીએમ કેજરીવાલે વધુમાં કહ્યું કે, હું ડાયાબિટીસનો દર્દી છું, હું દિવસમાં 4 વખત ઇન્સ્યુલિન લઉં છું, જો ડાયાબિટીઝનો શિકાર વ્યક્તિ ઇન્સ્યુલિન પર હોય અને 3-4 કલાક સુધી કંઈપણ ખાતો નથી, તો તેઓ નીચે પડી શકે છે અને મરી જાય છે. આવી સ્થિતિમાં, મેં ભ્રષ્ટાચાર વિરુદ્ધ બે વાર ભૂખ હડતાલ કરી છે, એક વખત 15 દિવસ અને પછી 10 દિવસ. તેમણે કહ્યું, દરેક ડોકટરે કહ્યું કે કેજરીવાલ 24 કલાકથી વધુ નહીં રહે, મેં દેશ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં તેમણે મને પરેશાન કરવામાં કોઈ કસર છોડી નહોતી, મારા ઘરે, મારા ઓફિસ પર દરોડા પાડ્યા, મારી સામે કેસ કર્યા, હું આતંકવાદી કેવી રીતે હોઈ શકું?

આપને જણાવી દઈએ કે, સીએમ અરવિંદ કેજરીવાલનું આ નિવેદન ભાજપના સાંસદ પ્રવેશ વર્માનાં નિવેદન પછી આવ્યું છે જેમાં તેમણે કેજરીવાલની તુલના આતંકવાદી અને નક્સલવાદી સાથે કરી હતી. માદીપુરમાં જાહેર સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે, કેજરીવાલ જેવા નટવરલાલ, કેજરીવાલ જેવા આતંકવાદીઓ દેશમાં છુપાઇને બેઠા છે. અમારે વિચારવું પડે છે કે અમે કાશ્મીરમાં પાકિસ્તાનનાં આતંકીઓ સાથે લડીએ કે કેજરીવાલ જેવા આતંકવાદીઓ સાથે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.