Terrorist Attack in Kashmir/ કાશ્મીરી પંડિતને આંતકવાદીઓએ કર્યા ટાર્ગેટ : એક દિવસમાં ત્રણ એટેક, સાતના મોત

કાશ્મીરી પંડિત પરનો આ હુમલો અત્યારે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. અચાનક આંતકવાદીઓએ કાશ્મીરી પંડિતને પોતાની ગોળીઓના શિકાર બનાવી લીધા છે.

Top Stories India
કાશ્મીરી પંડિત

જમ્મુ કાશ્મીરમાં લોહીની હોળી છાસવારે રમાતી હોય છે પરંતુ કેટલીક ઘટના માનવતા પર સવાલ કરતી છોડી જાય છે. આવું જ કઈક કાશ્મીરમાં સોમવારે બન્યું છે. સોમવારે કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા સાતથી વધુ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. મળતી વિગત અનુસાર ઘાટીમાં છેલ્લા 24 કલાકમાં કુલ 7 લોકો આતંકવાદીઓની ગોળીઓનો શિકાર બન્યા છે. પુલવામામાં 4 બહારના મજૂરો, શ્રીનગરમાં 2 CRPF જવાન અને હવે શેપીયામાં એક કાશ્મીરી પંડિત પર હુમલો કરવામાં આવ્યો આવ્યો હોવાનાં સમાચાર મળી રહ્યા છે. કાશ્મીરી પંડિત પરનો આ હુમલો અત્યારે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.

પરિસ્થિતિને કાબુમાં લેવા અને શાંતિ વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારની નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જો કે સોમવારે સાંજે જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓએ સોનુકુમાર બાલજી ઉપર કાશ્મીરી પંડિત પર ગોળીબાર કર્યો હતો. ઘાયલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આતંકવાદીઓના હુમલામાં બાલજીને 3 ગોળી લાગી હતી. ગંભીર હાલતમાં ઘાયલને સારવાર માટે શ્રીનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. બીજી તરફ ભારતીય સેનાએ સોમવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હોવાનું અને એક આંતકીને ઠાર માર્યો હોવાનું  અધિકારીઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :ICCએ વર્લ્ડ કપની સર્વશ્રેષ્ઠ ઈલેવન કરી પસંદગી, કોઇ ભારતીયને મળ્યું નથી સ્થાન

આ પણ વાંચો : કોલેજના પુસ્તકમાં દહેજના ફાયદાનો ઉલ્લેખ, શિવસેનાના નેતાએ કહ્યું- શરમજનક, આ પુસ્તક તાત્કાલિક હટાવવું જોઈએ

આ પણ વાંચો આઝાદીના 75 વર્ષની ઉજવણી; ગુજરાત ભાજપ યુવા મોરચા 6 એપ્રિલથી કરશે પદયાત્રા

આ પણ વાંચો : છેલ્લા બે વર્ષમાં મહિલાઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું, સૌથી વધુ છે ગૃહિણીઓ, આ કારણ છે જવાબદાર