Not Set/ આતંકી ભંડોળ/ FATF તરફથી પાકિસ્તાનને 2020 સુધી મળ્યુ જીવનદાન

ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) એ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે તેઓ ફેબ્રુઆરી 2020 સુધીમાં કડક સુધારનાં પગલાં લે. જો આ કરવામાં નહીં આવે તો પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકી શકાય છે. એફએટીએફ એ પણ પાકિસ્તાનને આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગ જેવા મુદ્દાઓનાં નિપટારા માટે વધુ કડક પગલા લેવા કહ્યુ છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, મંગળવારે પેરિસમાં […]

Top Stories World
201477df aa60 420a a4dc 5fda95141ebb આતંકી ભંડોળ/ FATF તરફથી પાકિસ્તાનને 2020 સુધી મળ્યુ જીવનદાન

ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) એ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે તેઓ ફેબ્રુઆરી 2020 સુધીમાં કડક સુધારનાં પગલાં લે. જો આ કરવામાં નહીં આવે તો પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકી શકાય છે.

એફએટીએફ એ પણ પાકિસ્તાનને આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગ જેવા મુદ્દાઓનાં નિપટારા માટે વધુ કડક પગલા લેવા કહ્યુ છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, મંગળવારે પેરિસમાં આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગનાં કેસોની દેખરેખ રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા FATF ની બેઠકમાં પાકિસ્તાને લીધેલા પગલાઓની સમીક્ષા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એફએટીએફ દ્વારા પાકિસ્તાનને આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગ અંગે કડક કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યુ છે.

પાકિસ્તાન એફએટીએફનાં ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગનાં 27 ધોરણોમાંથી 22ને પૂર્ણ કરી શક્યું નથી. આ પછી, એફએટીએફએ કહ્યું છે કે જો પાકિસ્તાન ફેબ્રુઆરી 2020 સુધીમાં એક્શન પ્લાન પૂર્ણ નહીં કરે તો તેને બ્લેક લિસ્ટમાં મૂકી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.