Not Set/ ઘાંઘા થયેલા આતંકીઓએ કાશ્મીરમાં સફરજનનાં બાગમાં આગ લગાવી, સૈન્ય હરકતમાં

આતંકવાદીઓ કાશ્મીરની જનતામાં ભય પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેના સતત પેટ્રોલીંગ કરી રહી છે ઘાંઘા થયેલા આતંકી કઇ નહી તો આ પણ જેવી નીતિ પર આવી ગયા આતંકીની આવી હરકતો સામે સેના સતર્ક થઇ જમ્મુ-કાશ્મીર મામલે કેન્દ્ર સરકારનાં દરેક પગલાથી હાલ પાકિસ્તાન અને પાકિસ્તાનનાં મળતીયાઓ સહિત આતંકવાદીઓ ઘાંઘા થઇ […]

Top Stories India
shopian kashmir ઘાંઘા થયેલા આતંકીઓએ કાશ્મીરમાં સફરજનનાં બાગમાં આગ લગાવી, સૈન્ય હરકતમાં
  • આતંકવાદીઓ કાશ્મીરની જનતામાં ભય પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે
  • લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેના સતત પેટ્રોલીંગ કરી રહી છે
  • ઘાંઘા થયેલા આતંકી કઇ નહી તો આ પણ જેવી નીતિ પર આવી ગયા
  • આતંકીની આવી હરકતો સામે સેના સતર્ક થઇ

જમ્મુ-કાશ્મીર મામલે કેન્દ્ર સરકારનાં દરેક પગલાથી હાલ પાકિસ્તાન અને પાકિસ્તાનનાં મળતીયાઓ સહિત આતંકવાદીઓ ઘાંઘા થઇ ગયા છે. શું કરવું તે ખબર નથી પડી રહી અને કઇ કરી શકે તેવી સ્થિતિમાં ભારત સરકારે છોડ્યા નથી. બસ આજ કારણે ઘાંઘા થયેલા આતંકીઓ કાશ્મીરની જનતામાં ભય પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આતંકવાદીઓ દ્વારા દક્ષિણ કાશ્મીરનાં લોકોમાં ભય પેદા કરવા માટે તમામ પ્રકારની રણનીતિનો ઉપયોગ કરી રહ્યા છે. ભય પેદા કરવા માટે કાઇ હાથ ન લાગતા હવે આતંકીઓ દ્વારા કાશ્મીરમાં સફરજનનાં બગીચાને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. 

રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા બંધારણની કલમ 370 ના હટાવ્યા પછી,  જમ્મુ-કાશ્મીરમાં શાંતીની પરિસ્થિતિનો દાવો કરવામાં આવી રહ્યો છે. અને તે સાચો પણ છે. કેન્દ્ર સરકારના પગલાથી સ્તબ્ધ બનેલા આતંકીઓ કાશ્મીરની જનતામાં ભય પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આતંકવાદીઓ દક્ષિણ કાશ્મીરના લોકોમાં ભય પેદા કરવા માટે તમામ પ્રકારની રણનીતિનો ઉપયોગ કરી રહ્યા છે.
શોપિયન જિલ્લામાં આતંકીઓએ સફરજનના બાગને આગ ચાંપી દીધી હતી. આતંકવાદીઓએ કામદારો તેમજ મજૂરોને કામ ન કરવાની ધમકી આપી છે, જ્યારે શોપિયાંના એક ગામના પંચાયત ભવનને આગ ચાંપી દીધી છે. તે જ સમયે, સેના લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સતત પેટ્રોલિંગ કરી રહી છે.
જો કે, સુરક્ષા દળો હિંસાને રોકવા માટે જોરશોરથી કામ કરી રહી છે. આવી ઘટનાઓને રોકવા માટે સુરક્ષા દળો સ્થાનિક લોકો સાથે સંપર્કમાં છે, જેથી આવા કિસ્સાઓને સમય પહેલા રોકી શકાય અને લોકોમાં સુરક્ષાની ભાવના ઉભી થાય. સ્થાનિક લોકો પાસેથી પણ આતંકવાદીઓ વિશેની માહિતી લેવામાં આવી રહી છે.
આતંકી ગતિવિધિઓને રોકવા અને તેના પર નજર રાખવા માટે આર્મી પેટ્રોલીંગ વધારવામાં આવી છે. જો કે, મોબાઇલ સેવા સ્થગિત થવાને કારણે, સુરક્ષા દળોને સમયસર માહિતી મેળવવામાં થોડી મુશ્કેલી ઉભી થઈ રહી છે તો પણ હકીકત છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન