ગુજરાત/ અમદાવાદનાં વર્ષ 2008 સિરીયલ બ્લાસ્ટ મામલે સલમાન નામનાં આતંકીની રાજસ્થાનથી ધરપકડ

26 જુલાઈ 2008 નાં રોજ અમદાવાદ શહેરમાં એક બાદ એક સાંજના સમયે અલગ અલગ વિસ્તારમાં 21 જેટલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા.

Ahmedabad Gujarat
ગરમી 139 અમદાવાદનાં વર્ષ 2008 સિરીયલ બ્લાસ્ટ મામલે સલમાન નામનાં આતંકીની રાજસ્થાનથી ધરપકડ

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

26 જુલાઈ 2008 નાં રોજ અમદાવાદ શહેરમાં એક બાદ એક સાંજના સમયે અલગ અલગ વિસ્તારમાં 21 જેટલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનાએ શહેરને રક્ત રંજીત કરી નાંખ્યુ હતુ. જેમાં 56 લોકોના મોત અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

કોરોના કહેર / વર્ષ 2021 માં પ્રથમવાર એક જ દિવસમાં કોરોનાથી 275 દર્દીઓનાં નોંધાયા મોત

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સલમાનની મહત્વની ભૂમિકા હતી. ત્યારે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આતંકી સલમાનની જયપુરથી ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી છે. હાલ તેને રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બ્લાસ્ટ મામલે પૂછપરછ શરૂ કરાઈ છે. સલમાને બ્લાસ્ટ કેસમાં સમગ્ર ષડયંત્ર આયોજન કર્યું હતું.સલમાને દાણીલીમડાથી બોમ્બ મેળવ્યો અને રાયપુર ખાડિયામાં મૂક્યો હતો.

અમદાવાદ: હોળી નજીક આવતા શ્રમિકો વતન જવા રવાના, ગીતા ST સ્ટેન્ડે કોવિડ નિયમોનાં ઉડાવ્યા ધજાગરા

સલમાન અમદાવાદના બ્લાસ્ટ જ નહીં પરંતુ જયપુર બ્લાસ્ટ કેસનો પણ આરોપી છે. આતંકી સલમાને બ્લાસ્ટ માટે સૌથી પહેલા દાણીલીમડાની અલમોહંમદી સોસાયટીમાંથી બોમ્બ મેળવ્યો હતો. ત્યારબાદ તે રાયપુર ખાડિયા બૉમ્બ મૂકવા ગયો હતો. અમદાવાદ બ્લાસ્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં સલમાનની મહત્વની ભૂમિકા હતી. બોમ્બ ક્યારે મૂકવો, કયા સમયે મૂકવો, કઈ જગ્યાએ મૂકવો અને બોમ્બ કેટલી તીવ્રતાથી ફૂટશે અને તેની કેટલી અસર થશે તેની તમામ માહિતી સલમાન પાસે હતી. સલમાન ઉત્તરપ્રદેશના આઝમગઢના સાંઝાપુરનો રહેવાસી છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કોર્ટમાં તેના રિમાન્ડ મેળવશે તેના બાદ તેની પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે કાલુપુર રેલવે સ્ટેશન બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપીને પકડવામાં ગુજરાત ATS ને સફળતા મળી હતી. પકડાયેલા આરોપી સિવાય બ્લાસ્ટ કેસમાં 12 આરોપી અગાઉ પણ પકડાઈ ચુક્યા છે. ત્યારે આરોપી મોહસીન સૈયદ કાશ્મીરમાં આતંકવાદી તાલીમ લીઇ ચુક્યો હોવાનું સામે આવ્યું છે. હજી તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ થઇ શકે તેમ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ