Not Set/ અમદાવાદ આસપાસની જમીનો લીઝ કે ભાડે આપી શકાશે નહી

અમદાવાદને સ્પોટર્સ સિટી બનાવવા માટે  રાજ્ય  સરકારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે આસપાસના ગામડાની જમીનો અનામત કરી દીધી છે.  જેથી હવે આ જમીનો  કોઇપણ વ્યકિત કે સંસ્થાને વેચી શકાશે નહીં તેમજ  ભાડે આપી શકાશે નહીં કે લીઝ પર આપી શકાશે નહીં. જેમાં અમુક  જમીનો અનામત કરવામાં આવી છે તેમાં ચાંદખેડા, મોટેરા, ઝૂંડાલ, ભાટ, કોટેશ્વર, સુઘડ અને […]

Ahmedabad Gujarat
Untitled 119 અમદાવાદ આસપાસની જમીનો લીઝ કે ભાડે આપી શકાશે નહી

અમદાવાદને સ્પોટર્સ સિટી બનાવવા માટે  રાજ્ય  સરકારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે આસપાસના ગામડાની જમીનો અનામત કરી દીધી છે.  જેથી હવે આ જમીનો  કોઇપણ વ્યકિત કે સંસ્થાને વેચી શકાશે નહીં તેમજ  ભાડે આપી શકાશે નહીં કે લીઝ પર આપી શકાશે નહીં.

જેમાં અમુક  જમીનો અનામત કરવામાં આવી છે તેમાં ચાંદખેડા, મોટેરા, ઝૂંડાલ, ભાટ, કોટેશ્વર, સુઘડ અને કોબા વિસ્તારનો સમાવેશ થાય છે. આ તમામ જમીનો અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે તેથી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળને પણ જાણ કરી દેવામાં આવી છે.

નોધનીય છે કે અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડીયમની આસપાસ બીજા સ્પોટ્રસ સંકુલ બનાવવાનું સરકારનું આયોજન છે. ઓલમ્પિક અને બીજી આંતરરાષ્ટ્ર્રીય રમતો માટે સરકાર અત્યારથી જ તૈયારી કરી રહી છે, જેના માટે સરકારને જમીનની આવશ્યકતા છે તેથી સરકારી જમીનનો ઉપયોગ કરવાનો થાય છે.

સ્પોટર્સ એકિટવિટીના પહેલા જ  એશિયાડ અને ઓલમ્પિક ખેલોનું યજમાન પદ અમદાવાદને લેવાનું હોવાથી આ જગ્યાએ સ્પોટર્સ સંકુલોનું નિર્માણ કરવામાં આવશે. આ જગ્યા એટલા માટે પસદં કરવામાં આવી છે કે બાજુમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે અને એરપોર્ટ પણ નજીક છે. સ્પોટર્સ કોમ્પલેકસ માટે ઔડા ટૂંક સમયમાં ટેન્ડરો ઇસ્યુ કરશે અને એજન્સીઓ નક્કી કરશે.