બનાસકાંઠા/ પારિવારિક કંકાસથી કંટાળીને બનાસકાંઠાની યુવતી એસિડ પીધું

બનાસકાંઠા ની 18 વર્ષની યુવતીએ એસિડ પીધાની ઘટના સામે આવી છે .જેણે જૂન 2022માં કોઈ કારણસર એસિડ પી લીધું હતું.

Gujarat Trending
Beginners guide to 2024 03 15T141204.082 પારિવારિક કંકાસથી કંટાળીને બનાસકાંઠાની યુવતી એસિડ પીધું

@અનીતા પરમાર 

બનાસકાંઠા ની 18 વર્ષની યુવતીએ એસિડ પીધાની ઘટના સામે આવી છે .જેણે જૂન 2022માં કોઈ કારણસર એસિડ પી લીધું હતું. જેનાથી અન્નનળી ને નુકશાન થતા ઓગસ્ટ 2022 તેને ખાવા માટે પેટમાં ટ્યૂબ નાખી હતી. ઘણી વાર એન્ડોસ્કોપી થઇ પણ પ્રાઇવેટ હોસ્પિટલ થી તેને કહેવાયું હતું કે યુવતી આજીવન મોઢે થી ખાઈ કે પી નહી શકે. બાદમાં GCS હોસ્પિટલ નો એક કેમ્પ થયો હતો ત્યાં ડોક્ટરને બતાવ્યું અને તેઓ હોસ્પિટલમાં આવ્યા. GCS હોસ્પિટલના ડો. અશોક દેસાઈ એ તેમની તપાસ કરી. એન્ડોસ્કોપી નિઃશુલ્ક કરવામાં આવી પછી ડો. અશોક દેસાઈએ ઓપરેશન કરવાનું કહ્યું. અને ડોકટરે ઓપરેશન કરી જઠળમાંથી નવી અન્નનળી ની ટ્યુબ બનાવી રિપ્લેસ કરી. જેનાથી પહેલા તે યુવતી ખાઈ પી નહોતી શકતી. જે ઓપરેશન થયા બાદ પેશન્ટ સર્જરી ના પહેલા જ દિવસ થી જ એક એક ચમચી પાણી પીવડાવતા થયા. છ દિવસે તેને લીક્વિઇડ ડાઈટ પર લાવ્યા. અને 11માં દિવસે પેશન્ટ ખીચડી, રોટલી ખાતી થઇ ગઇ. અને હાલ દર્દીની હાલત સુધાર પર છે. જેથી દર્દી અને દર્દીના સગાએ ડોકટર ટીમનો આભાર માન્યો હતો…

તબીબોએ પણ આશા છોડી દીધી હતી કે આ દીકરી ફરી ક્યારેય મોંઢે થી કયારેય જ઼મી શકશે જ નહિ પરંતુ હજારો નિરાશાઓ માં એક આશા છુપાયેલી હોય છે પ્રમાણે આ યુવતી ને અમદાવાદ ની gcs ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ માં આશા દેખાઈ અને આજે આ યુવતી સર્જરી બાદ મોઢે થી ખોરાક લઇ ખાઈ સકતી થઈ છે

બનાસકાંઠાના વાવ તાલુકાની વતની અને ડીસામાં રહેતી સગીરાએ જૂન 2022માં પારિવારિક કંકાસથી કંટાળીને એસિડ પીધું હતું. જેના કારણે તેની અન્નનળી બળી જતાં જૂન 2022થી મોઢા મારફતે ખોરાક લઈ શકતી નહોતી. છેલ્લા એક મહિનામાં તેને નવી અન્નનળી મળી જતાં હાલમાં તે સંપૂર્ણ આહાર લેવા માટે સક્ષમ બની છે.

આ યુવતી ખૂબ જ નાની ઉંમરમાં આ પ્રકારનું આવેશભર્યું પગલું લીધા બાદ તેના પરિવારજનો પણ પોતાની દીકરીના ભવિષ્યને લઈને ચિંતિત હતા. સગીરાના પરિવારમાં પણ તેને બે ભાઈ અને માતા છે. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે. સગીરાના માતા આસપાસના ઘરમાં ઘરકામ કરે છે અને તેના બે ભાઈ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેથી મોંઘી હોસ્પિટલમાં સારવાર લઇ શકે તેટલો પરિવાર સક્ષમ ન હોવાથી તેને આ જ પ્રકારે જીવન વિતી જશે તેમ માની લીધું હતું. પરંતુ એક આરોગ્ય કેમ્પ એ તેનું જીવન બદલી નાખ્યું ,,,જીસીએસ હોસ્પિટલ દ્વારા ગુજરાતના વિવિધ ગામમાં કેમ્પ યોજવામાં આવે છેજ્યાં અંતરિયાળ ગામમાં તબીબી સારવાર આપવામાં આવે છે. આવા જ એક કેમ્પમાં સગીરાના પરિજન તેને લઇને પહોંચ્યા હતા. જ્યાં તેનો સામાન્ય રિપોર્ટ કરાવી જીસીએસ હોસ્પિટલને મોકલવામાં આવ્યો હતો. તેમને સગીરાને અમદાવાદમાં હોસ્પિટલ ખાતે આવવાની સલાહ આપી હતી. ત્યારબાદ એક મહિના પહેલાં 13 ફેબ્રુઆરીના રોજ તેણીને અમદાવાદની જીસીએસ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં તેના ઊંડાણપૂર્વક રિપોર્ટ કરાવ્યા હતા. તબીબ દ્વારા તેમની સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આશરે સાડા છ કલાકની સર્જરી કરીને તેમને નવ જીવન આપવામાં આવ્યું છે. જીસીએસ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા તેના જઠરમાંથી અન્નનળી બનાવવામાં સફળતા મેળવી છે.

આજ ઓપરેશન બહાર કોઈ ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો 5 લાખ જેટલો ખર્ચ થાય. પરંતુ આયુષમાં કાર્ડ હોવાથી વગર ખર્ચે ડોક્ટરની મહેનત થી હાલ યુવતી ખાતી થઈ ગઈ છે. બનાસકાંઠાના ડીસા ની આ યુવતીની ઘટનામાં સરકાર ની આયુષ્યમાન કાર્ડ યોજના. ડોક્ટરની મહેનત. પરિવાર ની હિંમત અને દર્દીની સહન શક્તિ રંગ લાવી. અને આખરે યુવતી 2 વર્ષ બાદ ખાતી પી તી થઈ ગઈ છે. જે એક મોટો ચમત્કાર જ કહી શકાય…


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો

આ પણ વાંચોઃ મોરબીમાં ફરી એકવાર સીરપનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચોઃLoksabha Election 2024/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે