જમ્મુ-કાશ્મીર/ અનંતનાગના હસનપોરામાં આતંકવાદી હુમલો, પોલીસ હેડ કોન્સ્ટેબલ અલી મોહમ્મદ શહીદ

આતંકવાદીઓએ પોલીસ હેડ કોન્સ્ટેબલ અલી મોહમ્મદ માગરેને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. જેમાં તે શહીદ થયા હતા.  આતંકીઓને ખતમ કરવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

Top Stories India
kishan bharvad 2 2 અનંતનાગના હસનપોરામાં આતંકવાદી હુમલો, પોલીસ હેડ કોન્સ્ટેબલ અલી મોહમ્મદ શહીદ

કાશ્મીર વિભાગના અનંતનાગમાં આતંકીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. પોલીસે હેડ કોન્સ્ટેબલ અલી મોહમ્મદ માગરેને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. લોહીથી લથપથ માગરેને ઉતાવળે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટના હસનપોરા બિજબેહરા વિસ્તારની છે.

શનિવારે જમ્મુ-કાશ્મીરના દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારના હસન પોરા વિસ્તારમાં આતંકવાદીઓએ એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા પોલીસકર્મીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસકર્મીની ઓળખ હેડ કોન્સ્ટેબલ અલી મુહમ્મદ તરીકે થઈ છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોની શોધ શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોની શોધ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, શનિવારે જ જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના મહારાજ બજાર વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંક્યો હતો, પરંતુ હજુ સુધી કોઈને ઈજા થઈ નથી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ શ્રીનગરના મહારાજ બજાર ચોક વિસ્તારમાં સાંજે 5.30 વાગ્યે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને પોલીસકર્મીઓની ટીમ પર ગ્રેનેડ ફેંક્યો હતો. તેમણે કહ્યું કે વિસ્ફોટમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. અધિકારીએ કહ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોની શોધ ચાલી રહી છે. અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં ગુલશન ચોક ખાતે આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાનો શહીદ થયા હતા.

Covid-19 / રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, પરંતુ સતત વધતા મોતના આંકએ વધારી ચિંતા

breaking news / 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી યુપી ચૂંટણીના એક્ઝિટ પોલ પર પ્રતિબંધ, ચૂંટણી પંચનો મોટો નિર્ણય