Not Set/ અનોખું વાઘ મંદિર, જ્યાં લોકોની સાથે રહે છે અનેકો વાઘ, જાણો ક્યાં આવેલું છે

વાઘ મંદિરની સ્થાપના 1994 માં કરવામાં આવી હતી. બાદમાં તેને વન્યજીવન સંરક્ષણ સાથે જોડવામાં આવ્યું. એવું કહેવાય છે કે એક દિવસ એક ગામવાસી…

World
વાઘ મંદિર

દુનિયાભરમાં એવા ઘણા મંદિરો છે જે રહસ્યોથી ભરેલા છે. આમાંથી એક મંદિર બેંગકોકમાં આવેલું છે. જેનું નામ છે વાઘ મંદિર.આ અનોખું વાઘ મંદિરની વિશેષતા એ છે કે અહીં વાઘ અને મનુષ્યો સાથે રહે છે. આ તમને વિચિત્ર લાગશે પરંતુ તે સાચું છે. આશ્ચર્યજનક રીતે, તેઓ ક્યારેય કોઈને નુકસાન પહોંચાડતા નથી. આ અનોખું વાઘ મંદિરમાં દેશ અને દુનિયાના દરેક ખૂણેથી પ્રવાસીઓ આ દૃશ્યને જોવા માટે આવે છે. ચાલો જાણીએ આ મંદિર વિશે…

વાઘ મંદિર

આ પણ વાંચો :ઓગસ્ટ મહિનામાં કયા દિવસે છે બેન્કોમાં રજાઓ, જાણી લો તમે પણ

વાઘ મંદિર

વાઘ મંદિરના નામથી પ્રખ્યાત

આ મંદિરનું નામ ટાઈગર મંદિર છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકથી 140 કિમી દૂર કંચનબુરી પ્રાંતમાં સ્થાપિત બૌદ્ધ મંદિર છે. આ મંદિરમાં માનવીઓ અને વાઘ હિંસક સ્વભાવના હોવાનું માનવામાં આવે છે. આ નજારો જોવા અને રોમાંચક અનુભવ કરવા માટે દૂર -દૂરથી પ્રવાસીઓ આ મંદિરની મુલાકાત લેવા આવે છે.

a 544 અનોખું વાઘ મંદિર, જ્યાં લોકોની સાથે રહે છે અનેકો વાઘ, જાણો ક્યાં આવેલું છે

આ પણ વાંચો :Tesla નો નવો રેકોર્ડ, પહેલીવાર કર્યો 1 અબજ ડોલરનો નફો

અનોખું વાઘ મંદિરની સ્થાપના 1994 માં થઈ હતી

એક અહેવાલ અનુસાર, વાઘ મંદિરની સ્થાપના 1994 માં કરવામાં આવી હતી. બાદમાં તેને વન્યજીવન સંરક્ષણ સાથે જોડવામાં આવ્યું. એવું કહેવાય છે કે એક દિવસ એક ગામવાસી એક બૌદ્ધ સાધુ પાસે વાઘના બચ્ચાને લાવ્યા હતા. તે વાઘની માતાને શિકારીએ મારી નાખી હતી. આ સાથે, તે દરમિયાન પ્રાણીઓની દાણચોરીનું કામ વધ્યું. ત્યારથી મંદિરમાં વાઘ આવવા લાગ્યા. પછી ગામના લોકો વાઘને બૌદ્ધ સાધુઓને સોંપતા રહ્યા અને આ રીતે મંદિર દ્વારા વાઘનું પાલન કરવામાં આવે છે. ધીરે ધીરે, મંદિરમાં વાઘની સંખ્યા વધવાને કારણે તેને વાઘ મંદિર કહેવામાં આવવા લાગ્યું. આશરે 150 વાઘ મંદિરમાં બૌદ્ધ સાધુઓ સાથે રહેતા હોવાનું માનવામાં આવે છે. અહીં વાઘને શાંતિથી રહેવાની તાલીમ પણ આપવામાં આવે છે.

વાઘ મંદિર

આ પણ વાંચો : પેટ્રોલ-ડિઝલમાં ગુજરાત સરકારે આટલી કમાણી કરી તિજોરી છલકાવી

કોઈને કોઈ નુકસાન નથી પહોંચાડતા વાઘ

કહેવાય છે કે વાઘ સાધુ સાથે ખાય છે અને રમે છે. એટલું જ નહીં, તેઓ પ્રવાસીઓ સાથે પણ રમે છે. લોકો તેમને ડર્યા વગર સ્પર્શ કરે છે અને તેમની સાથે ફોટો લે છે. મળતી માહિતી મુજબ આ વાઘ કોઈને નુકસાન નથી કરતા. જો તમને ક્યારેય આવી તક મળે, તો તમે સાહસ માણવા માટે અહીં જઈ શકો છો.

આ પણ વાંચો :હવેથી પાસપોર્ટ માટે નજીકની પોસ્ટ ઓફિસમાં પણ આપી શકાશે પાસપોર્ટ અરજી