સુરક્ષામાં ચૂક/ તમારા CM ને થેંક્સ કહેજો કે, હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યોઃPM મોદી

ભટિંડા એરપોર્ટ પર પાછા ફર્યા પછી પીએમ મોદીએ ત્યાંના અધિકારીઓને કહ્યું, “તમારા સીએમને ધન્યવાદ કહેજો કે, હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યો.”

Top Stories India
ભટિંડા એરપોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબના પ્રવાસે હતા. આ દરમિયાન તેમની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી. ખરાબ હવામાનના કારણે પીએમ મોદી રોડ માર્ગે હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જઈ રહ્યા હતા. આ દરમિયાન દેખાવકારોએ લગભગ 30 કિમી પહેલા ફ્લાયઓવર પર તેમનો રસ્તો રોકી દીધો હતો. 15-20 મિનિટની લાંબી રાહ જોયા બાદ પીએમનો કાફલો ભટિંડા એરપોર્ટ પર પાછો ફર્યો  હતો.

આ પણ વાંચો :દેશમાં ઓમિક્રોનથી પ્રથમ મોત, જયપુરમાં 72 વર્ષીય દર્દીના મૃત્યુની પુષ્ટિ

ભટિંડા એરપોર્ટના અધિકારીઓએ એએનઆઈને જણાવ્યું કે ભટિંડા એરપોર્ટ પર પાછા ફર્યા પછી પીએમ મોદીએ ત્યાંના અધિકારીઓને કહ્યું, “તમારા સીએમને ધન્યવાદ કહેજો કે, હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યો.”

શું છે સમગ્ર મામલો?

પંજાબમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે 15 થી 20 મિનિટ માટે ફ્લાયઓવર પર અટવાયા જ્યારે કેટલાક વિરોધીઓએ રોડ પર જતા સમયે રસ્તો રોકી દીધો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાને વડાપ્રધાનની સુરક્ષામાં ગંભીર ખામી ગણાવી છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાએ પંજાબની મુલાકાત દરમિયાન ગંભીર સુરક્ષા ભંગ બાદ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મંત્રાલયે પંજાબ સરકારને આ ભૂલ માટે જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા જણાવ્યું છે. વડાપ્રધાન ભટિંડાથી હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

પંજાબ સરકારને પીએમના કાર્યક્રમની જાણકારી આપવામાં આવી હતી

પંજાબ સરકારને વડાપ્રધાનના સમયપત્રક અને પ્રવાસની યોજના વિશે અગાઉથી જાણ કરવામાં આવી હતી. પ્રક્રિયા મુજબ તેઓએ લોજિસ્ટિક્સ, સુરક્ષા તેમજ આકસ્મિક યોજનાઓ તૈયાર રાખવા માટે જરૂરી વ્યવસ્થા કરવાની હતી. આકસ્મિક યોજનાને ધ્યાનમાં રાખીને, પંજાબ સરકારે રસ્તા દ્વારા કોઈપણ હિલચાલને સુરક્ષિત કરવા માટે વધારાની સુરક્ષા તૈનાત કરવી પડી હતી, જેનો સ્પષ્ટ અભાવ હતો.

આ પણ વાંચો : કોંગ્રેસની મોટી જાહેરાત- યુપી સહિત તમામ ચૂંટણી રાજ્યોમાં મોટી રેલીઓ મોકૂફ, જાણો કારણ

આ પણ વાંચો :દેશના તમામ સાંસદોમાં સૌથી પ્રભાવશાળી છે પાટીલ, ફેમ ઇન્ડિયાના સર્વેમાં સામે આવ્યો પાટીલનો પાવર

આ પણ વાંચો :આવતા અઠવાડિયે જ માર્કેટમાં આવી જશે કોરોનાની કેપ્સ્યુલ.

આ પણ વાંચો : WHO એ ઓમિક્રોનને લઇને આપી ચેતવણી, વધતા કેસ વધુ ખતરનાક વેરિઅન્ટને આપી શકે છે આમંત્રણ