ગાંધીનગર/ રાજયમાં 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જાન્યુઆરીમાં યોજાશે

જેમાં મુખ્ય સચિવના ચેરમેન પદે રચાયેલી કમિટીમાં 14 સભ્યો તથા 1 સભ્ય સચિવની નિમણૂંક કરવામાં આવી છે. આ કમિટી દ્વારા વાયબ્રન્ટ ગુજરાતના પ્લાનીંગ, ઇમ્પ્લીમેટેશન અને દરેક કાર્યક્રમની વ્યવસ્થા ગાઠવવાની રહે

Gujarat
Untitled 527 રાજયમાં 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જાન્યુઆરીમાં યોજાશે

રાજયમાં  10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જાન્યુઆરીમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સમિટ તા.10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ સમિટને સફળ બનાવવા માટે કોર કમિટી સહિતની જુદી જુદી કમિટીઓની આજે રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા રચના કરવામાં આવી છે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રચાયેલી કોર કમિટીમાં 14 સભ્યો તથા એક સભ્ય સચિવની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં રાજયના નાણાંમંત્રી, રાજય કક્ષાના ઉદ્યોગ મંત્રી, તેમજ મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી સહિત ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો ;Covid-19 / હવે કેપ્સ્યુલથી થશે કોરોના દર્દીઓની સારવાર! ટ્રાયલમાં મળ્યા સારા પરિણામ

આ ઉપરાંત એકઝીકયુટીવ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં મુખ્ય સચિવના ચેરમેન પદે રચાયેલી કમિટીમાં 14 સભ્યો તથા 1 સભ્ય સચિવની નિમણૂંક કરવામાં આવી છે. આ કમિટી દ્વારા વાયબ્રન્ટ ગુજરાતના પ્લાનીંગ, ઇમ્પ્લીમેટેશન અને દરેક કાર્યક્રમની વ્યવસ્થા ગાઠવવાની રહેશે.આ ઉપરાંત પ્રદર્શન, સેમિનાર તેમજ વન ટુ વન મીટીંગ, સાંસ્કુત્તિક કાર્યક્રમ વગેરે જવાબદારી રહેશે. તે જ રીતે પ્રોગ્રામ કમિટીની રચના કરાઇ છે. જેમાં યોજાનારા 13 કાર્યક્રમો પ્રમાણે નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.

આ પણ વાંચો ;History / વર્ષ 1999માં આજે ભારતના પૂર્વ કિનારે મહા વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી હતી.

રાજયના ઉચ્ચ શિક્ષણ તથા ટેકનીકલ શિક્ષણના પ્રિન્સિપાલ સેક્રેટરી એસ.જે. હૈદરના ચેરમેન પદે એકઝીબીશન કમિટીની રચના કરાઇ છે. જેમાં નવ સભ્યો તથા એક સભ્ય સચિવની નિમણૂંક કરાઇ છે. તેમજ ફંકશનલ કમિટીની પણ રચના કરવામાં આવી છે.