સમૂહ લગ્ન/ બારેજા ખાતે લેઉવા સમાજનો 45મો સમૂહ લગ્નોત્સવ રંગે ચંગે ઉજવાયો

દશકોશી સેવા સમાજ દ્વારા 1992થીઆ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં 8 નવ વર-વધુઓએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા.

Gujarat Others
Untitled 68 26 બારેજા ખાતે લેઉવા સમાજનો 45મો સમૂહ લગ્નોત્સવ રંગે ચંગે ઉજવાયો

આપણો સમાજ શ્રેષ્ઠીઓના સદ્કાર્ય થકી વિકાસ પામી રહ્યો છે. ત્યારે સમાજમા ભામશા સમાજના દિન લોકોની વહારે આવે છે. અને આગેવાની કરી લોકકાર્યનો યજ્ઞ કરે અને પરિવારના લગ્ન જેવા મોટા પ્રસંગને મહેકાવે છે. આવો જ પ્રેરણાદાયી ઉત્સવ બારેજા ખાતે યોજાયો હતો. દશકોશી સેવા સમાજના 45માં સમૂહ લગ્ન આપણાં સમાજમાં લોકકાર્યની દીવાદાંડી સમાન બની રહ્યો.

કહેવાય છે સમાજના મોભી સમગ્ર સમાજની દિશા ચિંધતા હોય છે.  બારેજા લેઉવા સમાજના મોભી અને જ્ઞાતિ આગેવાનોનો સેવા યજ્ઞ સમગ્ર પથંકમાં જાણીતો છે. લેઉવા સમાજના તેજસ્વી તારલા સમા સમાજના અગ્રણીઓના સથવારા 45મો સમૂહ લગ્ન પ્રસંગ રંગે ચંગે ઉજવાયો.

Untitled 68 28 બારેજા ખાતે લેઉવા સમાજનો 45મો સમૂહ લગ્નોત્સવ રંગે ચંગે ઉજવાયો

  • દશકોશી સેવા સમાજે યોજ્યો 45મો લગ્નોત્સવ
  • 1992થી દશકોશી સમાજ યોજે છે સમૂહ લગ્ન
  • બારેજામાં યોજાયો રૂડો લગ્નોત્સવ
  • 8 નવ વર-વધુએ કર્યા રંગે-ચંગે લગ્ન
  • સમાજના મોભી-અગ્રણીઓ રહ્યાં હાજર

દશકોશી સેવા સમાજ દ્વારા 1992થીઆ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં 8 નવ વર-વધુઓએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા. સમાજના શ્રેષ્ઠીઑ દ્વારા નવવર-વધુઓને જીવનપયોગી ભેટ પણ આપવામાં આવી હતી. જો કે આ સમૂહ લગ્નમાં કોરોના ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરવામાં આવ્યો હતો.

કોરોના કાળમાં સરકારી નિયમોના તમામ અમલ સમાજના કાર્યકરો અને આગેવાનોની મહેનતથી જીવન સંભારણું બની જાય એવી રીતે બારેજા લેઉઆ સમાજનો સમૂહ પ્રસંગ ઉજવાયો. 1992થી લેઉઆ સમાજ સામૂહિક લગ્નો યોજી સમાજમાં સેવાની સુવાસ પ્રસારે છે. અમેરિકા નિવાસી દશકોશી સમાજના પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ સમાજની કાર્યપ્રવૃતિ અંગે વિસ્તારથી જણાવે છે.

  • નવ વર-વધુને સમાજ તરફથી મળી ભેટ
    સમાજના આગેવાનોએ આપી હાજરી
  • ભાવતા ભોજન, સંગીત થકી બન્યો મહા ઉત્સવ
  • નવ દંપતિઓ માટે જીવનભરનું બન્યું સંભારણું
  • કોરોના કાળમાં સમૂહ લગ્નથી લગ્નઇચ્છુકોને ફાયદો
  • બે વર્ષ બાદ યોજાયો સમાજનો સામૂહિક લગ્નોત્સવ

દશકોશી સેવા સમાજના 45માં સમૂહ લગ્ન પ્રસંગમાં સમાજ સાથે બારેજાવાસીઓનો પૂર્ણ સહકાર પ્રાપ્ત થયો છે. જેનો સમાજે સહર્ષ વધાવ્યો છે. છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે કોવિડના કારણે સામૂહિક પ્રસંગો ઉજવવા માટે મોટો પડકાર હતો. સમાજના અગ્રણીની કટિબદ્ધતા અને પ્રેરણાદાયી નેતૃત્વ થકી આજે લેઉવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. આ વર્ષે કોરોનામાં આઠ જેટલા વર- વધુએ જીવનમાં પ્રભૂતાના પગલા પાડી, વડિલોના આર્શીવાદ મેળવી લગ્ન જીવની શુભ શરુઆત કરી.

દશકોશી સમાજ થકી યોજાયેલા આ 45માં સમૂહ લગ્નમાં વર વધૂઓમાં અનેરો ઉમંગ હતો. જાણે ઘરના આંગણે લગ્ન યોજાયા હોય તેવું મંગલ વાતાવરણ હતુ. વર-કન્યા પક્ષના કુટુંબીજનો નિશ્ચિંત બની પ્રસંગની વિવિધ વિધિઓમાં ઉત્સાહથી ભાગ લેતા હતા.  સાથે લાઇવ લગ્ન ગીતોએ જાણે સમૂહ લગ્નને સુરમય બનાવ્યું.

Untitled 68 25 બારેજા ખાતે લેઉવા સમાજનો 45મો સમૂહ લગ્નોત્સવ રંગે ચંગે ઉજવાયો

આ સમૂહ લગ્નમાં સહભાગી થનાર નવ વર-વધુને જીવન સંસારમાં સહાયક ઘર વખરી ફ્રિજ, ઘરઘંટી, પલંગ સહિતની ભેટ સમાજ તરફથી અપાઇ હતી. આ સમૂહ લગ્નમાં વરવધૂ સમૂહ લગ્નની વ્યવસ્થાને લઇને હરખાયા હતા. અસલાલી નિવાસી ઊર્જા પટેલના લગ્ન સમૂહ લગ્નમાં થયાં. ઉર્જા પટેલે આજના આ પ્રસંગને જીવન સંભારણાં તરીકે વર્ણવી.

નવ વધુ ઉર્જા પટેલ જેવી જ લાગણી સમૂહ લગ્નમાં સાતફેરા લેનાર દહેગામવાસી કરણ પટેલની છે. તેઓ પણ પોતાનો અભરખો ખુશીથી વ્યક્ત કર્યો. કોરોના કાળ અને આર્થિક મંદીમાં દેશકોશી લેઉવા સમાજ દ્વારા યોજાયેલ 45માં સમૂહ લગ્ને અનેક માતા-પિતાઓનો ભાર હળવો કર્યો. સમાજને વધુ સજ્જ કર્યો..સાથે અનેક સમાજોને લોક કાર્ય કરવા માટે પ્રેર્યા છે. આજનો 45મો સમૂહ લગ્ન પ્રસંગ અનેકોના જીવનમાં પ્રકાશ, સમૃદ્ધિ આપશે. અને જીવનનું અમૂલ્ય સંભારણું બની રહેશે.

Election Effect / સુરતના કાપડ બજાર પર વિધાનસભાની ચૂંટણીની અસર, કારીગરો પોતાના વતન પહોંચ્યાં

Ukraine Crisis / ભારતીય વિદ્યાર્થીઓને તાત્કાલિક યુક્રેન છોડવા સૂચન, રશિયા-યુક્રેન તણાવ ચરમસીમાએ

Gujarat / તાલાલા શુગર મિલ શું ફરી શરૂ થશે ? શેરડીનું વાવેતર કરતા ખેડૂતો અસમ્ંજસમાં