મતગણતરી/ સુરતમાં AAP ની એન્ટ્રી, જાણો કયા વોર્ડમાં મેળવ્યો વિજય?

ગુજરાતમાં છ મહાનગર પાલિકાનાં ચૂંટણી પરિણામો આજે એટલે કે મંગળવારે (23 ફેબ્રુઆરી) આવી રહ્યા છે. રવિવારે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને રાજકોટ બેઠકો પર મતદાન યોજાયું હતું.

Gujarat Surat
Electionn 4 સુરતમાં AAP ની એન્ટ્રી, જાણો કયા વોર્ડમાં મેળવ્યો વિજય?

ગુજરાતમાં છ મહાનગર પાલિકાનાં ચૂંટણી પરિણામો આજે એટલે કે મંગળવારે (23 ફેબ્રુઆરી) આવી રહ્યા છે. રવિવારે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને રાજકોટ બેઠકો પર મતદાન યોજાયું હતું. હવે સૌની નજર સુરતનાં પરિણામો ઉપર છે. 120 બેઠકો પર ચૂંટણીનો જંગ ખેલાયો હતો, જેમા ભાજપ હાલમાં આગળ છે.

રાજકોટ 6 સુરતમાં AAP ની એન્ટ્રી, જાણો કયા વોર્ડમાં મેળવ્યો વિજય?

Update :

Total -120

ભાજપ -93

કોંગ્રેસ -00

આપ -27

અન્ય – 00

6 મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ હવે સ્પષ્ટ થઇ રહ્યુ છે, ત્યારે સુરતની વાત કરીએ તો અહી હવે સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે. અહી ભાજપને 120 બેઠકોમાંથી 93, જ્યારેે AAP ને 27 બેઠકો મળી છે. વળી કોંગ્રેસની સ્થિતિ અહી ખૂબ જ ખરાબ રહી છે. અહી કોંગ્રેસે એકપણ બેઠકો પર જીત મેળવી નથી.

વોર્ડ 5 માં આપની પેનલની જીત

ભાજપની 51 બેઠક પર જીત, આપની 13 બેઠક પર જીત

વોર્ડ નંબર 8માં પેનલ તૂટી, 3 ભાજપ-1 આપના ઉમેદવારની જીત, કોંગ્રેસ નું હજી સુધી ખાતું ખુલ્યું નથી

વોર્ડ નંબર 27 – ડીંડોલી – ભાજપ પેનલની જીત

આમ આદમી પાર્ટીને સફળતા મળી છે. સુરતમાં વોર્ડ નંબર 4 અને 16માં આપની જીત થઈ છે.

સુરત વોર્ડ નંબર 10 અને 15 માં ભાજપની થઇ  જીત

કાપોદ્રામાં આમ આદમી પાર્ટીની પેનલની જીત

વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમમાં આપની પેનલની જીત

SVNIT કોલેજ ખાતે 16 વોર્ડની મતગણતરી શરુ થઈ ચુકી છે. કેન્દ્રની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાાયો છે. ચકાસણી બાદ મત ગણતરી સ્ટાફને  પ્રવેશ અપાઈ રહ્યો છે.  વહેલી સવારથી જ ઉમેદવાર અને કાર્યકર્તાઓએ કોલેજ  બહાર જમાવડો શરુ કરી દીધો છે.

તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, સુરતનાં વોર્ડ-1, વોર્ડ-4 અને વોર્ડ-16 માં AAPની પેનલનો વિજય થયો છેે. 

મતગણતરી: અમદાવાદમાં અત્યાર સુધીનાં વલણોમાં ભાજપ આગળ

અહી સૌથી નવાઇની વાત એે છે કે, કોંગ્રેસ પાર્ટી સૌથી પાછળ ચાલી રહી છે. અત્યાર સુધીનાં વલણોમાં ભાજપ 46, AAP 16 અને કોંગ્રેસ 8 બેઠકો પર આગળ છે. સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ટ્રેન્ડમાં ટ્વીસ્ટ જોવા મળી રહ્યા છે. અહીંથી AAP માટે શુકનનાં સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં ભાજપ પહેલા નંબરે તો આમ આદમી પાર્ટી બીજા નંબરે ચાલી રહી છે. સુરતમાં કોંગ્રેસ ત્રીજા નંબરનો પક્ષ બન્યો છે. વોર્ડ નંબર 4 કાપોદ્રામાં AAP વિજયી થયુ છે. જ્યારે વોર્ડ નંબર 8માં આમ આદમી પાર્ટીની પેનલ આગળ છે. સુરતમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષને જબરદસ્ત ટક્કર આપી રહી છે. આ પહેલા પણ સુરતમાં કહેવાઇ રહ્યુ હતુ કે, અહી AAP ને મોટા પ્રમાણમાં વોટ મળી શકશે. જે હાલમાં આવી રહેલા આંકડા મુજબ સાચા લાગી રહ્યા છે. ખાસ કરીને કોંગ્રેસની વાત કરીએ તો તે આમ આદમી પાર્ટીથી પાછળ છે.

મતગણતરી: વડોદરામાં અત્યાર સુધીનાં વલણોમાં ભાજપ દેખાઇ રહ્યુ છે આગળ

ઉલ્લેખનીય છે કે, 6 મનપાની ચૂંટણીમાં સરેરાશ 46.08 ટકા મતદાન થયું છે. જેમાં અમદાવાદમાં 42.51 ટકા મતદાન થયું હતું. રાજકોટમાં 50.72 ટકા મતદાન થયું હતું. જામનગરમાં 53.38 ટકા મતદાન થયું હતું. સુરતમાં 47.14 ટકા મતદાન થયું હતું. વડોદરામાં 47.84 ટકા મતદાન થયું હતું. ભાવનગરમાં 49.46 ટકા મતદાન થયું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ