Bollywood/ ‘કભી ઈદ કભી દિવાળી’ ફિલ્મમાં સલ્લુ ભાઇજાન સાથે જોવા મળશે આ કલાકાર

બોલિવૂડ એક્ટર આયુષ શર્માને ફેમિલી ડ્રામા ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’ માટે કાસ્ટ કરવામાં આવ્યો છે. આ ફિલ્મને સલમાન ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે

Trending Entertainment
5 1 16 'કભી ઈદ કભી દિવાળી' ફિલ્મમાં સલ્લુ ભાઇજાન સાથે જોવા મળશે આ કલાકાર

બોલિવૂડ એક્ટર આયુષ શર્માને ફેમિલી ડ્રામા ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’ માટે કાસ્ટ કરવામાં આવ્યો છે. આ ફિલ્મને સલમાન ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે. તે ફિલ્મમાં ઓન-સ્ક્રીન ભાઈઓમાંના એક તરીકે મુખ્ય ભૂમિકા ભજવશે.

આ સમાચારની પુફષ્ટિ કરતા આયુષે કહ્યું, હા, હું આ ફિલ્મનો એક ભાગ છું અને હું આ પ્રોજેક્ટ માટે ખૂબ જ આતુર છું. રોમેન્ટિક ડ્રામાથી લઈને એક્શન ફિલ્મ અને હવે ફેમિલી ડ્રામા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે રીતે મારી ઈનિંગ આગળ વધી રહી છે તેના માટે હું આભારી છું.

આ ફિલ્મ એક ક્રોસ કલ્ચર લવ સ્ટોરી છે. આ ફિલ્મમાં કોમેડી, રોમાન્સ અને એક્શન પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ફરહાદ સામજી કરશે, જેમણે અક્ષય કુમાર, કૃતિ સેનન અને અરશદ વારસીની ‘બચ્ચન પાંડે’નું પણ નિર્દેશન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આયુષ શર્માની આ ફિલ્મ સલમાન ખાન સાથેની બીજી અને સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળની ત્રીજી ફિલ્મ હશે.

Instagram will load in the frontend.

આ અંગે આયુષ શર્માએ કહ્યું કે, હું ખૂબ જ આભારી છું, ભાઈ સાથે આ મારી બીજી ફિલ્મ છે. મેં ક્યારેય આવુ  સ્વપ્ન પણ જોયું ન હતું. મને તેમની સાથે સતત બે પ્રોજેક્ટમાં કામ કરવાનો મોકો મળ્યો. નોંધનીય છે કે, સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા નિર્મિત, ‘કભી ઈદ કભી દિવાળી’માં પૂજા હેગડે, વેંકટેશ અને દક્ષિણ ભારતીય અને ઉત્તર ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઘણા કલાકારો છે. ફિલ્મની રિલીઝ ડેટ પર  હાલ વિચાર કરવામાં આવી રહ્યો છે.