Not Set/ આ ડોગનું નામ છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં..જાણો કારણ..

વિશ્વમાં અનેક પ્રકારના રેકોર્ડ બનતા રહે છે જેમાં ઘણા રેકોર્ડ વિશે જાણીને નવાઇ લાગે છે, જેમાં એક રેકોર્ડ છે એવા શ્વાનના નામે જેને હવે આખી દુનિયા ઓળખવા લાગી છે આ ડોગના નામે સૌથી લાંબા કાન હોવાનો રેકોર્ડ છે

Ajab Gajab News Trending
4 1 આ ડોગનું નામ છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં..જાણો કારણ..

વિશ્વમાં અનેક પ્રકારના રેકોર્ડ બનતા રહે છે જેમાં ઘણા રેકોર્ડ વિશે જાણીને નવાઇ લાગે છે. જેમાં એક રેકોર્ડ છે એવા શ્વાનના નામે જેને હવે આખી દુનિયા ઓળખવા લાગી છે આ ડોગના નામે સૌથી લાંબા કાન હોવાનો રેકોર્ડ છે.

એક ડોગે 12.38 ઇંચ લાંબા કાનને કારણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી લીધું છે. જી હા, ઓરેગોન મહિલાના ડોગના કાનની લંબાઈ સામાન્ય ડોગની સરખામણીમાં ઘણી વધુ છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડના અધિકારીએ જણાવ્યું કે, 3 વર્ષના ડોગ ‘લુ’ ના કાનની લંબાઈ સત્તાવાર રીતે જીવિત કૂતરાઓની સરખામણીમાં ઘણી વધુ છે. એટલા માટે તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આ શ્વાનની માલિકે જણાવ્યું કે, તે હંમેશાથી જાણતી હતી કે લુ ના કાન અસાધારણ રીતે લાંબા હતા, પણ કોરોના મહામારી દરમિયાન તેમણે તેને માપવાનો નિર્ણય લીધો. એક પશુ ચિકિત્સક ઓલસેને જણાવ્યું કે, કાળા રંગના લુ (ડોગ)ના કાન સુંદર અને લાંબા હોય છે, અને તે બીજાની સરખામણીમાં થોડા લાંબા હોય છે.

ઓલસેને જણાવ્યું કે, ખાસ કરીને લુ ના લાંબા કાને તેના માટે કોઈ શારીરિક સમસ્યા ઉભી નથી કરી.  બધા તેના કાનને સ્પર્શ કરવા માંગે છે. કોઈ પણ વ્યક્તિને માત્ર એક નજરમાં તેની સાથે પ્રેમ થઇ જાય તે સ્વભાવિક છે. ઓલસેને જણાવ્યું કે લુ, ડોગ શો માં એક સ્પર્ધક છે અને તેણે અમેરિકન કેનેલ ક્લબ અને રેલી ઓબેડીયંસમાં એવોર્ડ મેળવ્યા છે.