હેલ્થ અપડેટ/ અભિનેત્રીને દાંતની સારવાર કરાવવી પડી ભારે, સુંદર ચહેરાની હાલત થઇ ગઈ આવી….જુઓ 

કન્નડ અભિનેત્રી સ્વાતિ સતીશને રુટ કૈનાલ સર્જરી એટલી ભારે પડી હતી કે તે હવે ઓળખાતી પણ નથી. ચહેરો બગડ્યા બાદ અભિનેત્રીએ ઘરમાંથી બહાર આવવાનું બંધ કરી દીધું છે.

Entertainment
સ્વાતિ સતીશને

દાંતનો સડો એટલો ભારે પડશે કે આખો ચહેરો બદલાઈ જશે. કન્નડ અભિનેત્રી સ્વાતિ સતીષે ક્યારેય આની કલ્પના પણ નહીં કરી હોય. તાજેતરમાં સ્વાતિ રૂટ કૈનાલ સર્જરી કરાવવા માટે બેંગ્લોરની એક હોસ્પિટલમાં ગઈ હતી. પરંતુ આ દરમિયાન તબીબોની બેદરકારીએ તેનો ચહેરો બગડી દીધો હતો.

રિપોર્ટ અનુસાર, સ્વાતિ તેના દાંતની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ગઈ હતી, જ્યાં તેને રૂટ કૈનાલની સલાહ આપવામાં આવી હતી. પરંતુ રૂટ કૈનાલની ખોટી પ્રક્રિયાના કારણે તેનો ચહેરો એટલો સોજી ગયો હતો કે તેને ઓળખવી મુશ્કેલ થઇ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે રૂટ કૈનાલ બાદ ડોક્ટરોએ સ્વાતિને ખાતરી આપી હતી કે બે-ત્રણ દિવસમાં તેના ચહેરા પરનો સોજો દૂર થઈ જશે અને દુખાવો પણ ખતમ થઈ જશે. પરંતુ છેલ્લા 3 અઠવાડિયામાં સ્વાતિની હાલત સુધરવાને બદલે વધુ બગડતી ગઈ. તેના ચહેરા પરથી દુખાવો કે સોજો ઓછો થયો ન હતો. તે પીડા સાથે ખરાબ હાલતમાં છે. તેના બગડેલા ચહેરાને જોઈને સ્વાતિ એટલી ડરી ગઈ છે કે તે હવે પોતાના ઘરની બહાર પણ આવી રહી નથી.

રિપોર્ટ્સ અનુસાર સ્વાતિએ ડોક્ટર્સ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે તેમને તેની સારવાર અને દવાઓ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી નથી. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે સ્વાતિ રૂટ કૈનાલમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તેને એનેસ્થેસિયાના બદલે સેલિસિલિક એસિડનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું (શરીરના કોઈ ચોક્કસ ભાગને સુન્ન કરવા અથવા વ્યક્તિને બેભાન કરવા માટેનું ઈન્જેક્શન). જ્યારે સ્વાતિને આ માહિતી મળી તો તેણે હોસ્પિટલ બદલી.

આપને જણાવી દઈએ કે સેલિસિલિક એસિડનો ઉપયોગ શરીરના બાહ્ય ભાગો પર ત્વચાને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. જો તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો હૃદય, લીવર અને કિડની જેવા અંગો પર તેની ખરાબ અસર પડી શકે છે.

ગયા મહિને બેદરકારીએ અભિનેત્રીનો લીધો હતો જીવ

ગયા મહિને પણ બેંગ્લોરની એક હોસ્પિટલ દ્વારા ખોટી સારવારનો મામલો સામે આવ્યો હતો. તે સમયે કન્નડ અભિનેત્રી ચેતના રાજને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. હકીકતમાં, 21 વર્ષની ચેતનાને ફેટ ફ્રી સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સર્જરી બાદ તેની તબિયત બગડી હતી અને ફેફસામાં પાણી ભરાવાથી તેનું મૃત્યુ થયું હતું. ચેતનાના પિતાએ ડોક્ટર અને તેમના ક્લિનિક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

આ પણ વાંચો:વરસાદમાં ડાન્સ કરી રહેલા ઉર્ફી જાવેદનો વીડિયો, ગુલાબી સાડીમાં લાગી રહી છે ગ્લેમરસ

આ પણ વાંચો: ‘શમશેરા’માં પતિ રણબીર કપૂરનો લુક જોઈને આલિયા ભટ્ટે આપી આવી પ્રતિક્રિયા

આ પણ વાંચો:દુલ્હન બનેલી શહનાઝ ગિલનો વીડિયો વાયરલ, સિદ્ધુ મૂઝવાલાના ગીત પર કર્યો જોરદાર ભાંગડા