T20 World Cup/ પોતાની અંતિમ મેચમાં અફઘાનિસ્તાનનો આ ખેલાડી રડી પડ્યો, જુઓ Video

અફઘાનિસ્તાનનો પૂર્વ કેપ્ટન અસગર અફઘાન નામીબિયા વિરુદ્ધ તેની કારકિર્દીની અંતિમ મેચ રમી રહ્યો છે. આ મેચ પહેલા જ અસગર અફઘાને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

Sports
અસગર અફઘાન

અફઘાનિસ્તાનનાં કેપ્ટન અસગર અફઘાને નામીબિયા વિરુદ્ધની T20 ક્રિકેટ વર્લ્ડકપ મેચ બાદ તુરંત જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ કડી હેઠળ, જ્યારે તે નામીબિયા સામે 23 બોલમાં 31 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો ત્યારે તેને અફઘાનિસ્તાન ટીમનાં ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાનની જીત પર શખ્સે ઉડાવી મજાક, ભારતીય પ્રશંસકે આપ્યો એવો જવાબ કે ચોંકી જશો આપ, Video

આપને જણાવી દઇએ કે, અફઘાનિસ્તાનનો પૂર્વ કેપ્ટન અસગર અફઘાન નામીબિયા વિરુદ્ધ તેની કારકિર્દીની અંતિમ મેચ રમી રહ્યો છે. આ મેચ પહેલા જ અસગર અફઘાને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. નામીબિયા સામે નંબર 4 પર બેટિંગ કરવા આવેલા અસગર અફઘાન મેચ દરમિયાન ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. અફઘાનિસ્તાનની બેટિંગનાં અંતે જ્યારે અસગર અફઘાન વાત કરી રહ્યો હતો ત્યારે અસગર અફઘાન પોતાની વાત કહેતા રડી પડ્યો હતો. અસગર અફઘાને તેના સમર્થન માટે અફઘાનિસ્તાનનાં દરેક ફેનનો આભાર માને છે. આ દરમિયાન તે પોતાના આંસુ અને રડવાનું રોકી શક્યો નહતો. વળી, જ્યારે અસગર અફઘાન મેચ દરમિયાન આઉટ થાય છે, ત્યારે નામીબિયાનાં કોઈપણ ખેલાડીએ તેની વિકેટની ઉજવણી કરી નહોતી અને તેના પ્રદર્શન માટે તેની પીઠ થપથપાવી હતી. નામીબિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં અસગર અફઘાને ટૂંકી પરંતુ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. અસગર અફઘાને 23 બોલમાં 3 ચોક્કા અને 1 છક્કાની મદદથી 31 રન બનાવ્યા હતા.

T20માં કેપ્ટન તરીકે સૌથી વધુ જીત

42 અસગર અફઘાન
41 મહેન્દ્ર સિંહ ધોની
40 ઇયોન મોર્ગન
29 સરફરાઝ અહેમદ
27 વિરાટ કોહલી
27 ડેરેન સેમી

આ પણ વાંચો – T20 World Cup / અશ્વેત ખેલાડીઓને તેમની પ્રતિભાનાં આધારે જ ન્યાય કરવો જોઈએ : માઈકલ હોલ્ડિંગ

અસગર અફઘાન ટ્રમ્પલમેનનાં બોલ પર કેચ આઉટ થઇ ગયો હતો. જણાવી દઈએ કે, અફઘાનિસ્તાને નામીબિયા વિરુદ્ધ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ શહજાદે સૌથી વધુ 45 રનની ઇનિંગ રમી હતી. અસગરે 59 ODI અને 52 T20 મેચોમાં અફઘાનિસ્તાન ટીમની કેપ્ટનશિપ કરી છે. ઇન્ટરનેશનલ T20 મેચોની વાત કરીએ તો તેની કેપ્ટનશિપમાં અફઘાનિસ્તાને 52માંથી 42 મેચ જીતી છે, જે એક મોટો રેકોર્ડ છે.