Not Set/ શહેરના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન ન્યારી બાદ આજી ડેમ છલકાયો

રાજકોટવાસીઓને પીવાના પાણીની સમસ્યાથી છૂટકારો મળ્યો છે. રાજકોટની જનતા ઘણા સમય સુધી પાણીનો જથ્થો વાપરી શકે તેટલો જથ્થો ઉપલબ્ધ છે

Rajkot Gujarat
Untitled 219 શહેરના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન ન્યારી બાદ આજી ડેમ છલકાયો

       રાજકોટ માં  છેલ્રાલા સપ્જતાહ થી વરસાદી માહોલ જોવા મળી રહ્યો  છે. તેવામાં   ભારે વરસાદ ને કારણે રાજકોટ માં  પાણીની સમસ્યા નહિ રહે .રાજકોટમાં 18 લાખથી વધુ લોકોને પીવાના પાણી માટે જીવાદોરી સમાન અને ભાગ્યે જ છલકાતો આજી-1 ડેમ આજે ઓવરફ્લો થયો છે. સતત બીજા વર્ષે આજી ડેમ છલકાતા લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે. રાજકોટવાસીઓને પીવાના પાણીની સમસ્યાથી છૂટકારો મળ્યો છે. રાજકોટની જનતા ઘણા સમય સુધી પાણીનો જથ્થો વાપરી શકે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. જેથી લોકોને પાણીની સમસ્યા નો સામનો નહિ કરવો પડે .

આ પણ વાંચો :કાલે કલર કોડ મુજબ કરવાનું રહશે ગણપતિ વિસર્જન, જાણો કયા-કયા સ્થળો પર થશે વિસર્જન

આ ડેમ 17મી વાર આજી ડેમ છલકાયો છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયોમાં વરસાદથી પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. ડેમ 100 ટકા છલોછલ થઈ જતા તેને તૂટતા બચાવવા માટે ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. જામનગરના 9 મોટા ડેમમાંથી 8 ડેમો 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે આજી-4 ડેમ 70 ટકાથી વધુ ભરાઈ ગયો છે. રાજકોટમાં 7 મોટા ડેમમાંથી 5 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. જૂનાગઢના વંથલીનો ઓઝત-વિઅર ડેમ પણ 100 ટકા ભરાઈ ગયો છે.​​

આ પણ વાંચો :અંબાજી દર્શને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને ટક્કર મારતાં 3 લોકોનાં મોત