બનાસકાંઠા/ અંબાજી મંદિર 24 સપ્ટેમ્બરે એક દિવસ બપોર પછી મંદિર રહેશે બંધ

માતાજીના વિવિધ શણગારના અલંકારો, સવારીને પૂજનની તમામ સામગ્રીની સફાઈ કરવામાં આવે છે, જેને પ્રક્ષાલન વિધિ કહેવાય છે.

Gujarat Others
Untitled 266 અંબાજી મંદિર 24 સપ્ટેમ્બરે એક દિવસ બપોર પછી મંદિર રહેશે બંધ

   રાજયમાં   કોરોના ની બીજી  લહેર ઘાતકી જોવા મળી હતી જેમાં લાખો લોકો કોરોના સંક્રમિત થયા હતા અને મૃત્યુ   પામ્યા હતા . સરકાર દ્વારા કેસોને નિયંત્રણ માં લાવવા અથાગ પ્રયત્નો કરવમાં આવ્યા હતા. કોરોના કેસ ઘટતા હવે ધાર્મિક મંદિરો ફરી શરુ કરવામાં  આવી રહ્યા છે .  ત્યારે  અંબાજી મંદિરમાં ઘણા યાત્રિકો રસ્તામાં શૌચક્રિયાઓ વગેરે કર્યા બાદ સીધા મંદિરે દર્શન માટે પહોંચી જતા હોય છે. તેવામાં મંદિરની પવિત્રતા જળવાતી નથી. જેને લઈ ભાદરવી પૂનમના ચોથા દિવસે મંદિર ગોખ સહિત સમગ્ર મંદિર પરિસરને નદીના પાણીથી ધોઇ સાફ સફાઈ કરવામાં આવે છે.

આ પણ વાંચો :મધમાખી કરડવા પર અપનાવો આ ઘરેલું નુસખાઓ, દુખાવા અને સોજામાંથી મળશે રાહત

 માતાજીના વિવિધ શણગારના અલંકારો, સવારીને પૂજનની તમામ સામગ્રીની સફાઈ કરવામાં આવે છે, જેને પ્રક્ષાલન વિધિ કહેવાય છે. આ વર્ષે આ પ્રક્ષાલન વિધિ માટે આગામી 24 સપ્ટેમ્બર શુક્રવારના રોજ માતાજીને રાજભોગ ધરાયા બાદ દર્શનાર્થીઓ માટે મંદિર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. પ્રક્ષાલન વિધિ પત્યા બાદ રાત્રિના 9.00 વાગે નૈવેદ્ય ચઢાવી ફરી મંદિર મંગલ કરવામાં આવશે.

આ પણ વાંચો :શ્રીદેવીના સુપરહિટ સોંગ પર પાકિસ્તાની એક્ટ્રેસ આયજા ખાને કર્યો ડાન્સ, જુઓ

આ વિધિ શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા સિદ્ધપુરના માણસ ગૌત્રના બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. મા અંબાના ગર્ભગૃહ સહિત સોના-ચાંદીના આભૂષણોને ગંગાજળ અને સરસ્વતીના નીર સહીત અનેક નદીઓના પવિત્ર જળથી ધોવામાં આવે છે. પ્રક્ષાલન વિધિ માટે સાત નદીઓના જળ લાવવામાં આવે છે. ત્યાર બાદ શુભ મુર્હુતમાં તેને માતાજીના મંદિરમાં પ્રસ્થાપિત કરાય છે.

આ પણ વાંચો ;વાયરલ ફીવર વાયરસ લોકોમાં સાંભળવાની શક્તિ ઘટાડી રહ્યો છે