Not Set/ શ્રાદ્ધના આ 2 અઠવાડિયામાં આ કામ કરવાથી પિતૃ કરે છે તમારા દરેક અધૂરા કાર્યો પૂર્ણ

પિતૃ તમારાથી રાજી થાય તો તમને ખૂબ જ આગળ લઇ જાય છે ને જો દુઃખી હોય તો તમને ખૂબ જ પાછળ ધકેલી મૂકે છે.

Religious Trending Dharma & Bhakti
88AC08B3 EF1E 4D77 AD9C 62BC1C8E659D શ્રાદ્ધના આ 2 અઠવાડિયામાં આ કામ કરવાથી પિતૃ કરે છે તમારા દરેક અધૂરા કાર્યો પૂર્ણ

પિતૃના આર્શીવાદ મળે તો આ કામ અવશ્ય પૂર્ણ થાય

➢ આ વખતે પિતૃપક્ષ ૨૧-સપ્ટેમ્બર થી ૬-ઓકટોબર-૨૦૨૧ સુધીનો છે.

➢ પિતૃઓના આર્શીવાદથી ધારેલાં કાર્ય પૂર્ણ થાય છે.

➢ પિતૃ તમારાથી રાજી થાય તો તમને ખૂબ જ આગળ લઇ જાય છે ને જો દુઃખી હોય તો તમને ખૂબ જ પાછળ ધકેલી મૂકે છે.

➢ શ્રાધ્ધ પક્ષ દરમ્યાન આટલું અવશ્ય કરવું.

(1) “પીત્રાય નમ:” મંત્ર બોલી દરરોજ પીપળે પાણી ચઢાવવું.
(2) ગાયને ઘાસચારો ખવડાવી, સર્વ પિતૃઓને મળે એમ બોલવું.
(3) શ્રાધ્ધ પક્ષમાં ગરીબોને બને તેટલું ચા-પાણી પીવડાવી, સર્વ પિતૃઓને મળે એમ બોલવું.
(4) રોજ ગાય-કુતરા અને કાગડાને દૂધ-રોટલી કે ખીર ખવડાવવી.
(5) રોજ કાગડાને ગાંઠિયા ખવડાવવા.
(6) જે – તે દિવસે પિતૃનું શ્રાધ હોય તે દિવસે બ્રહ્મ ભોજન કરાવું અને યથાશક્તિ દાન આપવું.
(7) જો તમને તમારા પિતૃનું શ્રાધ ખબર ન હોય તો અમાસનો દિવસ એટલે કે ૬-ઓકટોબરને ‘સર્વ પિતૃ શ્રાધ ‘તરીકે ઓળખાય છે.
(8) આ દિવસે બને એટલું પિતૃ પાછળ દાન – પુણ્ય કરવું અને બ્રાહ્મણોને જમાડવા અને યથાશક્તિ દાન આપવું..
(9) દરરોજ પિતૃને પ્રકાશનું દાન કરવું. એટલે કે પાણીયારે તેલની વાટનો દિવો કરી સર્વ પિતૃને મળે એમ બોલવું.
(10) આ પ્રમાણે કરવાથી પિતૃના આર્શીવાદ મળે છે અને જીવનમાં પ્રગતિ થાય છે.

દૈનિક રાશીભવિષ્ય  

કિશન મહારાજ  ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

(મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ