Jammu Kashmir/ ખીણ વિસ્તારમાં સેનાને મળી મોટી સફળતા, મદ્રેસામાંથી આંતકી ઝડપાયો

જમ્મુ-કશ્મીર સહિતનાં પૂરા ખીણ વિસ્તારમાં હાલ પાકિસ્તાન પ્રેરીત આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા માટે ટાપીને બેઠા છે. પાકિસ્તાનની સેના અને ISI પણ આતંકીઓને ઘૂસવાનો મોકો મળે

Top Stories India Breaking News
Jammu and Kashmir encounter ખીણ વિસ્તારમાં સેનાને મળી મોટી સફળતા, મદ્રેસામાંથી આંતકી ઝડપાયો
  • મદ્રેસામાંથી ઝડપાયો આતંકવાદી
  • ઘેરાબંધી કરીને સેનાના જવાનોએ દબોચી લીધો
  • કેટલીય ગતિવિધિઓમાં સામેલ હોવાનો ખુલાસો
  • પુલવામાં જિલ્લાના એક મદ્રેસામાંથી આતંકીની ધરપકડ
  • આતંકીઓ છુપાયો હોવાની બાતમીના આધારે કાર્યવાહી
  • પોલીસ દ્વારા સર્ચ ઓપેશનમાં ઝડપાયો આતંકી

જમ્મુ-કશ્મીર સહિતનાં પૂરા ખીણ વિસ્તારમાં હાલ પાકિસ્તાન પ્રેરીત આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા માટે ટાપીને બેઠા છે. પાકિસ્તાનની સેના અને ISI પણ આતંકીઓને ઘૂસવાનો મોકો મળે તે માટે વારંવાર PoK અને LoC પર ફાયરિંગ કરી સીઝફાયરનું ઉલ્લંધન કરી રહી છે. શિયાળાની ઠંડી – હિમવર્ષા અને પાકિસ્તાન તરફથી થતા ફાયરિંગનો લાભ લઇ અનેક આતંકીઓ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરે જ છે, જો કે, સેનાની સતર્કતાનાં કારણે મોટા ભાગનાં પ્રયાસો નિષ્ફળ રહે છે, પરંતુ તો પણ અનેક આંતકી તકનો લાભ લઇ ભરાતમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહે છે.

બસ આજ કારણ છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓ છાસવારે થતા રહે છે અને આવા આતંકી હુમલા ખાળવા સેના સતત સર્ચ ઓપરેશન ચલાવતી રહે છે. આવા જ એક સર્ચ ઓપરેશનમાં જમ્મુ કશ્મીરના પુલવામાં જીલ્લાના એક મદ્રેસામાંથી આતંકીની ધરપકડ કરવામાં આવી છે. જી હા, મદ્રેસામાંથી સેના દ્વારા આતંકવાદીને ઝડપી પાડવામાં આવ્યો છે.

જમ્મુ કશ્મીરના પુલવામાં જીલ્લાની એક મદ્રેસા કે આસપાસના વિસ્તારમાં આતંકીઓ છુપાયો હોવાની બાતમીના આધારે સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સેના અને પોલીસ દ્વારા સર્ચ ઓપેશનમાં મદ્રેસામાંથી છુપાયેલો આતંકી ઝડપાયો છે. સેના અને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરાબંધી કરીને સેનાના જવાનોએ આતંકીને દબોચી લીધો છે. ઝડપાયેલ કેટલીય ગતિવિધિઓમાં સામેલ હોવાનો ખુલાસો પણ સામે આવી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી  મોબાઇલ એપ્લિકેશન….