Covid-19/ જાગૃત થઇ રહી છે દુનિયાભરની જનતા, અત્યાર સુધી 6.94 અબજથી વધુ લોકો લગાવી ચુક્યા છે Vaccine

આજે સમગ્ર દુનિયામાં કોરોનાને હરાવવા લોકો વેક્સિન લગાવવા પર જોર આપી રહ્યા છે. આ મહામારીને નષ્ટ કરવાનો એક માત્ર વિકલ્પ આજનાં સમયમાં વેક્સિન જ દેખાય છે.

Top Stories World
World Corona Vaccine

આજે સમગ્ર દુનિયામાં કોરોનાને હરાવવા લોકો વેક્સિન લગાવવા પર જોર આપી રહ્યા છે. આ મહામારીને નષ્ટ કરવાનો એક માત્ર વિકલ્પ આજનાં સમયમાં વેક્સિન જ દેખાય છે, ત્યારે લોકો જાગૃત બનીને વેક્સિન લગાવવા આવે અને કોરોના શબ્દને આ દુનિયાથી દૂર કરે તેવા પ્રયત્નો સાથે વિશ્વની લગભગ તમામ સરકારો કામ કરી રહી છે.

World Corona Vaccine

આ પણ વાંચો – Covid-19 / કોરોના મહામારી પર કાબુ મેળવવામાં સફળ ભારત, આજે નોંધાયા માત્ર આટલા કેસ

આપને જણાવી દઇએ કે, કોરોનાનાં વૈશ્વિક કેસ વધીને 24.63 કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 49.9 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 6.94 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. રવિવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે 246,367,237, 4,994,637 અને 6,947,883,074 છે. CSSE અનુસાર, અમેરિકા વિશ્વમાં સૌથી વધુ કેસ અને મૃત્યુ અનુક્રમે 45,949,951 અને 745,665 સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. ભારત 34,260,470 કેસ સાથે કોરોના સંક્રમણનાં મામલામાં બીજા ક્રમે છે. CSSE ડેટા અનુસાર, 30 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં બ્રાઝિલ (21,804,094), યુકે (9,062,710), રશિયા (8,338,053), તુર્કી (8,009,010), ફ્રાન્સ (7,262,178), ઈરાન (5,916,211), આર્જેન્ટિના (5,288,259), સ્પેન (5,011,148), કોલંબિયા (5,000,677), ઇટાલી (4,767,440), જર્મની (4,594,059), ઇન્ડોનેશિયા (4,243,835) અને મેક્સિકો (3,802,287) છે.

World Corona Vaccine

આ પણ વાંચો – અહેવાલ / ઉઇગર મુસ્લિમો પર અત્યાચાર,ચીને માનવ અંગોના બ્લેક માર્કેટિંગ કરીને અબજોની કરી કમાણી

100,000 થી વધુ મૃત્યુઆંકને વટાવી ચૂકેલા દેશોમાં બ્રાઝિલ (607,694), ભારત (457,740), મેક્સિકો (287,951), રશિયા (233,063), પેરુ (200,197), ઇન્ડોનેશિયા (143,388), UK (140,981), ઇટાલી (132,074), કોલંબિયા (127,258), ઈરાન (126,126), ફ્રાન્સ (118,612) અને આર્જેન્ટિના (115,942) નો સમાવેશ થાય છે.