સુરત/ તાપી કિનારે વિદેશી પક્ષીઓનું આગમન, આ પક્ષીઓને જોવા ઉમટ્યા સુરતવાસીઓ

તાપી નદી કિનારે ફ્લેમિંગો નામના પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. વિદેશી પક્ષીઓ આવતા સુરતવાસીઓ પણ મોટી સંખ્યામાં તેમને જોવા નદી કિનારે…

Gujarat Surat
તાપી નદી

શિયાળો જામતા જ ગુજરાતીમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. સુરતના તાપી નદીના કિનારે સહેલગાહે પક્ષીઓ આવી રહ્યા છે. તાપી નદી કિનારે ફ્લેમિંગો નામના પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. વિદેશી પક્ષીઓ આવતા સુરતવાસીઓ પણ મોટી સંખ્યામાં તેમને જોવા નદી કિનારે ઉમટી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે ફ્લેમિંગો પક્ષી પાણી જોઈને ગમે ત્યાં ઉતરી પડતા નથી. પાણીનું લેવલ, સુરક્ષાની ખાતરી થતાં તેઓ આવા સ્થળોએ ઉતરાણ કરે છે અને અનોખી રીતે ઉડવાની અને જીવનનો આનંદ માણે છે.

આ પણ વાંચો :ગુજરાતમાં ગ્રંથપાલની જગ્યા ખાલી, અનેકવાર રજૂઆત છતાં સરકારની ઉદાસીનતા

આ વર્ષે પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળ સરોવર ખાતે કોરોના મહામારીને લઇને છુટા છવાયા પર્યટકો આવી રહ્યા છે. શનિવાર રવિવારની જામતી ભીડ આજે માંડ જોવા મળતા પર્યટક પ્રવાસી જોવા મળે છે. આ વર્ષે વધુ વરસાદને લઇને નળસરોવરમાં પાણીની મોટી આવકથી પક્ષીઓ પણ વધુ જોવા મળ્યા હતાં.

a 277 તાપી કિનારે વિદેશી પક્ષીઓનું આગમન, આ પક્ષીઓને જોવા ઉમટ્યા સુરતવાસીઓ

અમદાવાદ જિલ્લાના વિરમગામ નજીક આવેલા પ્રખ્યાત પક્ષી અભ્યારણ્ય નળસરોવરએ વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે. શિયાળાની શરૂઆત થતા જ નળસરોવર ખાતે દર વર્ષે લાખો વિદેશી પક્ષીઓ ડિસેમ્બરથી માર્ચ મહીનાઓ દરમિયાન મહેમાન બને છે. પક્ષી અભ્યારણ્ય માટે જાણીતું નળસરોવર 120.08 કિ.મી.ના છીછરા પાણીમાં પથરાયેલું છે.

a 278 તાપી કિનારે વિદેશી પક્ષીઓનું આગમન, આ પક્ષીઓને જોવા ઉમટ્યા સુરતવાસીઓ

આ પણ વાંચો :કચ્છી સપૂત યુવા-સાહસિક પર્વતારોહી જતીનના સાહસને બિરદાવશે મલ્હાર કેમ્પિંગ

નળસરોવરમાં આજકાલ ગલ્ફ તરફથી હજારો ફ્લેમિંગો ઉતરી આવ્યા છે. આ પક્ષીઓ પાણી જોઈને ગમે ત્યાં ઉતરી પડતા નથી. પાણીનું લેવલ, સુરક્ષાની ખાતરી થતાં તેઓ આવા સ્થળોએ ઉતરાણ કરે છે અને અનોખી રીતે ઉડવાની અને જીવનનો આનંદ માણે છે. નળ સરોવર એટલે રંગ-બેરંગી પક્ષીઓનું નિવાસ સ્થાન. દેશ-વિદેશના પક્ષીઓની સુંદરતા અને મધુર સ્વર માણવા, ગુજરાતના નળ સરોવરે જરૂરથી જોવા મળે. શિયાળાની શરૂઆત થતાં જ તેઓ આ સરોવરના મહેમાન બની જાય છે. પોતાની હાજરીથી નળસરોવરને પંખીઓનો મેળો કૈલાસ માનસરોવર બનાવી દે છે.

a 280 તાપી કિનારે વિદેશી પક્ષીઓનું આગમન, આ પક્ષીઓને જોવા ઉમટ્યા સુરતવાસીઓ

આ સરોવર ખાસ ઉંડાઈ ધરાવતું નથી પરંતુ તે 120 ચો.કિ.મી. જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સરોવરમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. નળ સરોવરની દેખરેખ અને તેના વ્યવસ્થાપનની જવાબદારી અત્યારે ગુજરાત રાજ્યના વન વિભાગની છે. અમદાવાદ શહેરથી નળ સરોવર 62 કિ.મી. દૂર આવેલું છે. નળ સરોવરનો વિસ્તાર ગુજરાત અને સૌરાષ્ટ્રના નીચાણવાળો વિસ્તાર છે આથી તે દરિયા સાથે જોડાયેલો વિસ્તાર હોવો જોઇએ એવું અનુમાન છે.

a 281 તાપી કિનારે વિદેશી પક્ષીઓનું આગમન, આ પક્ષીઓને જોવા ઉમટ્યા સુરતવાસીઓ

આ પણ વાંચો :  રાજ્યમાં ઠંડી વધતા તાપમાનનો પારો ગગડ્યો, નલિયામાં નોંધાઇ સૌથી વધુ ઠંડી

નળ સરોવર પ્રવાસી યાયાવર પક્ષીઓનું પ્રિય પ્રયટન સ્થળ છે. શિયાળાની ઋતુમાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ખાસ કરીને ફ્લેમિંગો તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને તેના વડે પક્ષીઓના સ્થળાંતરની માહિતી પણ મેળવે છે. આ સરોવરમાં ભરપૂર પાણી રહેવાથી તેમાં માછલીઓ અને અન્ય જીવજંતુ પુષ્કળ પ્રમાણમાં હોય છે આથી નવેમ્બરથી ફેબુ્રઆરી સુધી સૌથી વધારે પ્રમાણમાં પક્ષીઓ અહીં રહેઠાણ બનાવી લે છે.

આ પણ વાંચો :લીંબડી અમદાવાદ હાઈવે પર જાખણના પાટીયા નજીક અકસ્માત સર્જાતા એક મહિલાનુ ઘટના સ્થળે મોત નિપજયું

આ પણ વાંચો :રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૫ કેસ નોધાયા