Not Set/ કેસરનું આગમન, ઉંચા ભાવ બગાડશે સ્વાદ

ગીરથી આવ્યા કેરી રસિકો માટે ખુશીનાં સમાચાર.ફળોનો રાજા ગણાતી ગીરની લોકપ્રિય કેસર કેરીએ રાજ્યનાં માર્કેટમાં શાનદાર એન્ટી કરી.તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો.જો કે કેરીરસિકોને આ વર્ષે કેરીનો સ્વાદ ચાખવા થોડા વધુ રૂપિયા ખર્ચ કરવા પડશે.10 કિલો કેસરનાં રૂ.300 થી 700 રૂપિયા બોલી બોલાઇ.પ્રથમ દિવસે જ તાલાલા માર્કેટમાં 10 હજાર બોક્સ કેસર હરાજીમાં […]

Top Stories Gujarat Others
gshassc 3 કેસરનું આગમન, ઉંચા ભાવ બગાડશે સ્વાદ

ગીરથી આવ્યા કેરી રસિકો માટે ખુશીનાં સમાચાર.ફળોનો રાજા ગણાતી ગીરની લોકપ્રિય કેસર કેરીએ રાજ્યનાં માર્કેટમાં શાનદાર એન્ટી કરી.તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો.જો કે કેરીરસિકોને આ વર્ષે કેરીનો સ્વાદ ચાખવા થોડા વધુ રૂપિયા ખર્ચ કરવા પડશે.10 કિલો કેસરનાં રૂ.300 થી 700 રૂપિયા બોલી બોલાઇ.પ્રથમ દિવસે જ તાલાલા માર્કેટમાં 10 હજાર બોક્સ કેસર હરાજીમાં આવી.સીઝનમાં કુલ 8 લાખ બોક્સ કેસર હરાજીમાં આવે તેવો અંદાજ લગાવાયો છે.

Related image

ગુજરાતની લોકપ્રિય ગણાતી અને ઉનાળાનાં ફળોના રાજા તરીકે ગણાતી કેસર કેરીની તાલાલા મેંગો માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી સાથે હરાજીનો પ્રારંભ થયો છે.કેવો છે તલાલા માર્કેટમાં કેસર કેરીનો માહોલ.કેવી થશે હરાજી? શું છે વેચાવાનો લક્ષ્યાંક? ગત વર્ષોની તુલનાએ આ વર્ષે કેસર કેરીનાં ભાવ ઉંચા રહેશે.કારણકે કેસર કેરીનું ઉત્પાદન ઘટતાં તેના ભાવમાં વધારો જોવા મળ્યો છે.છેલા 8 વર્ષમાં તાલાલા મેંગો માર્કેટમાં આવેલી કેસર કેરી અને આવક પર નજર કરીએ તો,

વર્ષ        કુલ બોક્સનું વેચાણ(કિલોમાં)           કિંમત
2011              14 લાખ 87 હજાર                  143
2012               8 લાખ 32 હજાર                   210
2013               11 લાખ 85 હજાર                 254
2014                9 લાખ 41 હજાર                  210
2015                7 લાખ 17 હજાર                  250
2016                10 લાખ 66 હજાર                283
2017                10 લાખ 67 હજાર                265
2018                 8 લાખ 30 હજાર                 310
2019                 આશરે 4 લાખ                    400

તાલાલા મેંગો માર્કેટમાં કેસરની હરાજી શરૂ થતા કેરી રસિકો અને વેપારીઓ ખુશ ખુશાલ છે.પરંતુ કેરી પકાવતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ખેડૂતોનાં મતે વાતાવરણની અસરનાં કારણે કેરીનો પાક અપૂરતો થયો છે.ગત વર્ષોની તુલનાએ 50 ટકા ઓછો પાક ઉતર્યો છે એટલું જ નહીં કેરીના ભાવને લઇને ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહયા છે.ખેડૂતોનાં મતે 20 કિલો કેસરનાં 500 રૂપિયા કિંમત ચૂકવાય તો જ ખેડૂતોને પોસાય તેમ છે.