2002 riots/ બિલ્કિસબાનોના ગામમાં દહેશતનો માહોલ,15 પરિવાર ઘર છોડીને હિજરત કરી રહ્યા છે!

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આ પરિવારોને સત્વરે પોલીસ તેમની સલામતી માટે અસરકરાક પગલા લે અને તેમને સુરક્ષા પુરી પાડે તેવી માંગ ટ્વિટર દ્વારા કરી છે

Top Stories Gujarat
19 1 બિલ્કિસબાનોના ગામમાં દહેશતનો માહોલ,15 પરિવાર ઘર છોડીને હિજરત કરી રહ્યા છે!

ગુજરાતમાં બહુચર્ચિત કેસ બિલ્કિસબાનોના આરોપીઓને 15મી ઓગસ્ટે ભલામણ સમિતિના આધારે છોડી મૂકવામાં આવ્યા હતા જેના લીધે દેશના લઘુમતી સમાજમાં  ભારે નારાજગી જોવા મળી રહી છે,સૈાથી મહત્વની વાત એ છે કે બિલ્કિસબાનોના આરોપીઓને મુક્ત કરતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, આ મામલે હાલ રાજકારણ ગરમાયું છે, બિલ્કિસબાનોના ગામમાં હાલ દેહશતનો માહોલ જોવા મળી રહ્યો છે, આ મામલે ગોધરાની પાસે રંધિકપુર ગામ આવેલું છે આ ગામ પીડિતાનું છે. આ ગામમાં દહેશત જેવા મળી રહી છે જેના લીધે 15 પરિવાર ગામ છોડીને હિજરત કરી રહ્યા છે. આ મામલે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ટ્વિટ કર્યું છે.

ઉલ્લેખનીય છે આ મામલે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આ પરિવારોને સત્વરે પોલીસ તેમની સલામતી માટે અસરકરાક પગલા લે અને તેમને સુરક્ષા પુરી પાડે તેવી માંગ ટ્વિટર દ્વારા કરી છે.નોંધનીય છે કે  ગુજરાતમાં ગોધરા પછીના રમખાણો દરમિયાન 3 માર્ચ 2002ના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રાધિકપુર ગામમાં ટોળાએ બિલ્કીસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો. જણાવી દઈએ કે તે સમયે બિલકિસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી. આરોપ છે કે તે સમયે બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેના પરિવારના સાત સભ્યોએ નિરમાની હત્યા કરી હતી.