Covid-19/ કોરોનાનાં કેસમાં ફરી વધારો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 31,923 નવા કેસ

ભારતમાં કોરોનાનાં કેસમાં ફરી એકવાર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 31,923 નવા કેસ નોંધાયા છે. જોકે, મૃત્યુઆંક ઘટી ગયો છે.

Top Stories Trending
11 148 કોરોનાનાં કેસમાં ફરી વધારો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 31,923 નવા કેસ

કોરોનાનાં વૈશ્વિક કેસો વધીને 23 કરોડ થઈ ગયા છે અને આ મહામારીનાં કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 47.1 લાખ થઈ ગઈ છે. વળી, અત્યાર સુધીમાં કુલ 5.98 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. ગુરુવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો છે કે વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુની સંખ્યા અને રસીકરણની સંખ્યા અનુક્રમે વધીને 230,019,651, 4,717,728 અને 5,988,492,186 થઈ ગઈ છે. વળી ભારતની વાત કરીએ તો અહી પણ કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાન યથાવત છે.

આ પણ વાંચો – Shocking / પાટણમાં સત્યનાં પારખા કરવા માટે બાળકીનાં હાથને ઉકળતા તેલમાં નંખાવ્યા

ભારતમાં કોરોનાનાં કેસમાં ફરી એકવાર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 31,923 નવા કેસ નોંધાયા છે. જોકે, મૃત્યુઆંક ઘટી ગયો છે. આ દરમિયાન 282 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. બુધવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 31,923 નવા કોરોના કેસ આવ્યા અને 282 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વળી, 24 કલાકમાં 31,990 લોકો પણ કોરોનાથી ઠીક થયા છે, એટલે કે, 349 સક્રિય કેસ ઘટાડવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, 22 સપ્ટેમ્બર સુધી દેશભરમાં કોરોનાની રસીનાં 83 કરોડ 39 લાખ 90 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં સક્રિય કેસોની સંખ્યા છેલ્લા 187 દિવસમાં સૌથી ઓછી છે. સક્રિય કેસોની ટકાવારી માત્ર 0.90% છે, જે માર્ચ 2020 પછીનો સૌથી નીચો સ્તર છે. આ સિવાય, રિકવરી રેટ પણ ઝડપથી વધીને 97.77% થયો છે, જે માર્ચ 2020 પછીનો સૌથી ઉંચો સ્તર છે. અત્યાર સુધીમાં દેશમાં 3.28 કરોડથી વધુ લોકોએ કોરોનાને હરાવી દીધો છે.

આ પણ વાંચો – બિસ્માર હાલત / રાજ્યમાં વરસાદનાં કારણે રસ્તાનું થયુ ધોવાણ, સરકારે શરૂ કર્યો નવતર પ્રયોગ

એવું માનવામાં આવે છે કે, રસીકરણને કારણે દેશમાં કોરોના સંક્રમણનો સામનો કરવામાં મોટી મદદ મળી છે. દેશમાં અત્યાર સુધીમાં 83.39 કોરોના રસીઓ આપવામાં આવી છે. સરકારે જાહેરાત કરી છે કે વર્ષનાં અંત સુધીમાં દેશનાં તમામ પુખ્ત વયનાં લોકોને કોરોના સામે રસી આપવામાં આવશે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટની વાત કરીએ તો, આ આંકડો હવે 2.11 % છે અને છેલ્લા ત્રણ મહિનાથી 3% થી ઓછો રહ્યો છે. બીજી બાજુ, જો આપણે દૈનિક પોઝિટિવિટી રેટ વિશે વાત કરીએ, તો તે હવે 2.09 ટકા છે, જે છેલ્લા 24 દિવસોથી 3 ટકાથી ઓછો રહ્યો છે.