Not Set/ બાપુનગર હોટલ હત્યાકાંડમાં આવ્યો નવો વળાંક

બાપુનગરની હોટલ માં પતિએ કરેલી પત્નીની હત્યા મામલે નવો વળાંક
પત્નીના આડા સંબંધોના કારણે ઉશ્કેરાયેલા પતિએ હત્યા કર્યા નો ઘટસ્ફોટ
મૃતક યોગીતા ને તેના ભાઈના સાળા જોડે હતા આડાસંબંધો
મોબાઇલ તથા અન્ય માધ્યમથી પતિને જાણકારી મળતા થઈ હતી તકરાર
હોટલમાં જઇ આડા સંબંધો બાબતે ચર્ચા કરતા ઘટનાએ લીધો હતો આકાર
પોલીસે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો

Ahmedabad Gujarat

વિશાલ મહેતા, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ

શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી એક હોટલમાં પતિ એ કરેલી પત્નીની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે… ઘાયલ પતિએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બોલી ન શકાતા પોલીસ સમક્ષ કાગળ પર લખીને પોતાની પત્નીની હત્યાની કબૂલાત કરી છે.. સાથે જ પત્નીની હત્યા ની હકીકત પણ બેનકાબ થઈ છે.. જેમાં પ્રણયત્રિકોણ ના કારણે દાંપત્ય જીવનનો અંત આવ્યો હોવાનું બહાર આવ્યું છે… શું છે લગ્નેતર સંબંધોની લોહિયાળ દાસ્તાન જોઈએ આ ક્રાઈમ રિપોર્ટ…

બાપુનગરની અતિથિ હોટલ માં પતિએ કરી પત્નીની હત્યા કેસમાં લવ ટ્રાયેન્ગલ નો કિસ્સો સામે આવ્યો છે… પત્ની યોગીતા સોલંકી ની હત્યા બાદ ઘાયલ પતિ મેહુલને હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોતાની પત્નીની હત્યા બાબતે પોલીસ સમક્ષ કાગળ પર લખી ને કબૂલાત કરી છે.. આરોપી પતિ ના નિવેદનના આધારે પોલીસે તપાસની કાર્યવાહી તેજ કરી છે.

આરોપી પતિ

આ પણ વાંચો: કેરળમાં અમિત શાહનું હલ્લા બોલ, કહ્યું- નન ઉત્પીડનના આરોપીઓને સજા અપાવીશું

બાપુનગરની હોટલમાં પત્ની સાથે ગયા પહેલા હત્યારા પતિ મેહુલ સોલંકી ને પત્નીના આડા સંબંધોની માહિતી મળી ગઈ હતી.. અને એટલા માટે જ કદાચ હોટલમાં ગયા બાદ તેણે પોતાની પત્ની સાથે દોઢ કલાક સુધી આ બાબતની ચર્ચા કરી હશે.. પરંતુ વાતચીતના અંતમાં કોઈ નિકાલ ન હતા પતિએ પત્નીને ચાકૂના ઘા મારી હત્યા કરી નાખી. ઉલ્લેખનીય છે કે પતિને પણ મારામારી દરમિયાન ગળાના ભાગે ચાકુના ઘા વાગતા તે પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી હાલ તેની એલજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.. સારવાર દરમિયાન પોલીસે પુછપરછ કરતાં તે બોલી શકતો ન હતો પરંતુ તેણે કાગળ પર લખીને પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.. અને સાથે જ તેની પત્નીના આડા સંબંધો બાબતે પણ ઘટસ્ફોટ કર્યો છે. તમામ હકીકત બહાર આવતા પોલીસે આરોપી મેહુલ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધી ઘટનાના મૂળ સુધી પહોંચવા તપાસનું તખ્તો તૈયાર કર્યો છે.

આરોપી પતિ વિરુદ્ધ હત્યા નો ગુનો દાખલ કરીને હવે પોલીસ હત્યાનો ઘટનાક્રમ જાણવા કાર્યવાહી કરી રહી છે.. આરોપી પતિ પહેલાથી હત્યાનું કાવતરું કરીને પત્ની સાથે હોટલમાં આવ્યો હતો? કે પછી હોટલમાં આવ્યા પછી બંને વચ્ચે તકરાર વધી અને હત્યાની ઘટનાએ આકાર લીધો.. આ તમામ સવાલોના સાચા જવાબ મેળવવા માટે બાપુનગર પોલીસ હવે મથામણ કરી રહી છે.