Interesting/ ટીમ ઈન્ડિયા વિરુદ્ધ આક્રમક બેટિંગ કરનાર આ ખેલાડી હવે ભારત તરફથી રમશે ક્રિકેટ

ક્યારેક ટીમ ઈન્ડિયા વિરુદ્ધ આક્રમક બેટિંગ કરીને ભારતની મુસિબત વધારી દેનાર વિદેશી ખેલાડી હવે ભારત તરફથી ક્રિકેટ રમવાની તૈયાર છે.

Sports
ક્રિકેટ

એશિયા કપ 2018 દરમિયાન ભારત અને હોંગકોંગ વચ્ચે રમાયેલી ગ્રુપ મેચ દરેકને સારી રીતે યાદ હશે. તે મેચમાં કોઈએ વિચાર્યું ન હતું કે હોંગકોંગની ટીમ ભારતને કઠિન મુકાબલો આપશે, પરંતુ અંશુમાન રથનાં નેતૃત્વ હેઠળની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને એક હદ સુધી જીત મેળવી લીધી હતી.

1 25 ટીમ ઈન્ડિયા વિરુદ્ધ આક્રમક બેટિંગ કરનાર આ ખેલાડી હવે ભારત તરફથી રમશે ક્રિકેટ

આ પણ વાંચો – Controversy / એકવાર ફરી ગુસ્સેથી લાલચોડ થયો કીરોન પોલાર્ડ, જુઓ વીડિયો

આપને જણાવી દઇએ કે, હોંગકોંગનાં કેપ્ટન અંશુમન રથે એશિયા કપ 2018 માં ભારત સામે 73 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જે બાદ તે હેડલાઈન્સમાં આવી ગયો હતો. 286 રનનાં ટાર્ગેટનો પીછો કરતા તેણે પ્રથમ વિકેટ માટે 164 રનની ભાગીદારી નિઝાકત ખાન સાથે કરી, જેનાથી ભારતીય કેમ્પ હચમચી ગયુ હતુ. જોકે, કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની ધારદાર બોલિંગને કારણે ભારત 26 રને મેચ જીતવામાં સફળ રહ્યું હતુ. હોંગકોંગે 8 વિકેટે 259 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા સામે શાનદાર ઇનિંગ રમનાર અંશુમને હવે પોતાનો દેશ છોડીને ભારતમાં રમવાનો નિર્ણય કર્યો છે. અંશુમન ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં હાથ અજમાવવા જઈ રહ્યો છે. તે ઓડિશા માટે રણજી ટ્રોફીની શરૂઆત કરશે. અંશુમનનો જન્મ 5 નવેમ્બર 1997 નાં રોજ હોંગકોંગમાં થયો હતો. જોકે, તેના પિતા ઓડિશાનાં છે. અંશુમને ભારતમાં ક્રિકેટ રમવાનું નક્કી કર્યું છે જેથી તે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી શકે. તેણે એક પ્રાઇવેટ વેબસાઇટને જણાવ્યું કે, હું હોંગકોંગમાં ખૂબ જ કમ્ફર્ટ ઝોનમાં હતો અને હુ આ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માંગતો હતો. હું પડકારજનક અને વ્યાવસાયિક વાતાવરણમાં રમવા માંગતો હતો. આ માટે ભારતથી સારી જગ્યા બીજી શું હોઇ શકે છે.

1 26 ટીમ ઈન્ડિયા વિરુદ્ધ આક્રમક બેટિંગ કરનાર આ ખેલાડી હવે ભારત તરફથી રમશે ક્રિકેટ

આ પણ વાંચો – Cricket / Live મેચમાં મેદાનમાં આવી ગયો કૂકડો, બિંદાસ્ત અંદાજમાં ચાલતો જોવા મળ્યો, Video

23 વર્ષીય અંશુમન રથે સાત વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે હોંગકોંગ માટે ત્રીસ મેચ રમી છે. તેણે વર્ષ 2014 માં પ્રથમ વનડે રમી હતી અને અંતિમ વખત આ ફોર્મેટમાં 2018 માં રમ્યો હતો. તેણે 18 વનડેમાં 51.69 ની એવરેજથી 827 રન બનાવ્યા હતા. તેણે 7 અડધી સદી ફટકારી છે. આ સમયગાળા દરમિયાન તેણે 14 વિકેટ પણ લીધી હતી. વળી, અંશુમને 2015 થી 2017 સુધી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે T20 માં 18.88 ની એવરેજથી 321 રન બનાવ્યા હતા. તેણે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 5 વિકેટ લીધી હતી.