Corona Update/ દેશમાં 7 મહિના બાદ સૌથી મોટી રાહત, 24 કલાકમાં 10 હજારથી નીચે નવા કેસ,રિકવરી 17 હજારથી વધુ

દેશ માટે સૌથી મોટી રાહત ના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે સાત મહિના બાદ છેલ્લા 24 કલાકમાં દેશમાં 10 હજારથી નીચે  9975 નવા કેસ નોંધવામાં આવ્યા છે જ્યારે સાજા થઇ ગયેલા દર્દી

Top Stories
1

દેશ માટે સૌથી મોટી રાહત ના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે સાત મહિના બાદ છેલ્લા 24 કલાકમાં દેશમાં 10 હજારથી નીચે  9975 નવા કેસ નોંધવામાં આવ્યા છે જ્યારે સાજા થઇ ગયેલા દર્દીઓની 17 હજારથી વધુ સંખ્યા જોવા મળી  છે. તેની સાથે એક્ટિવ કેસ ઘટીને 2 લાખથી પણ નીચે નોંધવામાં આવ્ય છે.  સર્વાધિક કેસ કેરળમાં 3350 નોંધાયા છે.બે રાજ્યો સિવાય સર્વત્ર હજારથી ઓછા કેસ નોંધવામાં આવ્યા છે.

Coronavirus in India: How the Covid-19 pandemic affects India

Accident / સુરતનાં કીમ માંડવી રોડ પર ટ્રકચાલકે ફુટપાથ પર સુતેલા શ્રમજીવ…

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશના પ્રથમ વખત સક્રિય કેસનો આંકડો કુલ સંક્રમિતોના 2 ટકા કરતાં પણ ઓછો થયો છે. છેલ્લા દસ દિવસથી રોજિંદા 20,000 કરતા ઓછા નવા કેસ નોંધવામાં આવી રહ્યા છે. સક્રિય કેસો અને સાજા થઇ ગયેલા દર્દીઓની વચ્ચેનું અંતર 99.88 લાખ થઈ ચૂક્યું છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 24 દિવસોમાં દેશમાં રોજિંદા કોરોના મહામારીના કારણે મરનાર દર્દીઓની સંખ્યા 300 કરતાં નીચે જોવા મળી રહી છે.જ્યારે છેલ્લા કેટલાક દિવસથી તો મૃતકોની દૈનિક સંખ્યા 200થી નીચે નોંધવામાં આવી રહી છે.

COVID-19 Cases: India Records Biggest Single-Day Jump As COVID-19 Count  Crosses 37,000

Cricket / શેન વોર્ને નટરાજન પર સ્પોટ ફિક્સિંગની આશંકા વ્યક્ત કરી, આપ્ય…

મંત્રાલયે જણાવ્યા પ્રમાણે બ્રિટનમાં નોંધવામાં આવેલા કોરોનાવાયરસ ના નવા સ્વરૂપના કારણે દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોઈ નવા સંક્રમિત દર્દીઓ જોવા મળ્યા નથી. શનિવાર સુધી આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 116 હતી. આ તમામને તેઓના રાજ્યોમાં બનાવવામાં આવેલ કોરોના સેન્ટરમાં અલગ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.

Coronavirus Exacerbates Islamophobia in India | Time

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…