Election/ ભાજપ-કોંગ્રેસની સાથે-સાથે ભારતીય જનતા પરિષદે મહારેલીનું કર્યુ આયોજન, પુર જોરમાં કર્યો પ્રચાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચારે તરફ તમામ પક્ષો દ્વારા જીત માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે

Ahmedabad Gujarat
PICTURE 4 259 ભાજપ-કોંગ્રેસની સાથે-સાથે ભારતીય જનતા પરિષદે મહારેલીનું કર્યુ આયોજન, પુર જોરમાં કર્યો પ્રચાર

વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચારે તરફ તમામ પક્ષો દ્વારા જીત માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરનાં સરદારનગર વિસ્તારમાં ભારતીય જનતા પરિષદ દ્વારા કાર અને બાઇક સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે અન્ય પક્ષો પણ જીત માટે પુર જોરમાં પ્રચાર કરી રહ્યા છે.

PICTURE 4 260 ભાજપ-કોંગ્રેસની સાથે-સાથે ભારતીય જનતા પરિષદે મહારેલીનું કર્યુ આયોજન, પુર જોરમાં કર્યો પ્રચાર

CM VIJAYA RUPANI: કોરોનાનાં કારણે હું આપની વચ્ચે નથી પણ તમે ભાજપ સાથે રહેશો : મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હોસ્પિટલમાંથી સંબોધન

ત્યારે ભારતીય જનતા પરિષદની કાર અને બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સરદાનગરમાં નીકળેલી આ રેલીમાં કોરોનાવાયરસનાં નિયમોને ધ્યાનમાં રાખીને બાઈક અને કાર પર લોકો રેલીમાં જોડાયા હતા. સરદાનગરમાં નીકળેલી ભારતીય જનતા પરિષદની રેલીને પગલે હવે ચૂંટણીનો જંગ ચાર પાખીયો જોવા મળશે તેવું લાગી રહ્યું છે. અધૂરામાં પૂરું જનતા પણ આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે અન્ય પક્ષોને પ્રાધાન્ય આપી રહી હોય તેવું લાગી રહ્યું છે.

PICTURE 4 261 ભાજપ-કોંગ્રેસની સાથે-સાથે ભારતીય જનતા પરિષદે મહારેલીનું કર્યુ આયોજન, પુર જોરમાં કર્યો પ્રચાર

બનાસકાંઠા: અમીરગઢ બોર્ડર ઉપર ચરસનો જથ્થો મળી આવતાં હડકંપ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ